..તો આ નવી કારમાં ફરશે રશિયાના રાષ્ટ્રપતિ
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન માત્ર એક કુશળ રાજનેતા જ નથી, પરંતુ તેમને રોમાંચનો પણ ઘણો શોખ છે. સમયાનુસાર પોતાની દિનચર્યામાં બદલાવ કરવો એ તેમના શોખોમાનો એક છે.
પુતિન તાજેતરમાં જ રશિયાના ચોથા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રાષ્ટ્રપતિ તરીકે પુતિને ફરી એકવાર પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆત કરી છે, પરંતુ પુતિન આ વખતે પોતાના એક ખાસ શોખના કારણે ચર્ચામાં છે, જી હાં, પુતિનનો આ શોખ અન્ય કોઇ નહીં પરંતુ કાર્સનો છે. વિશ્વભરમાં રશિયા એક એવું રાષ્ટ્ર છે, જ્યાં કાર્સ અને બાઇક કરતા વધુ લોકો સાઇકલમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે.
પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને પોતાની અધિકૃત કાર જેમાં તે અત્યારસુધી સફર કરતા હતા, તેને બદલવાનું વિચારી રહ્યાં છે. પુતિને આ ઇચ્છાને પૂરી કરવા માટે રશિયાની મોટી કાર નિર્માતા કંપનીઓને જવાબદારી સૌંપી હતી. ત્યાર બાદ મર્સિયા મોટર્સે ગત ફેબ્રુઆરી માસમાં કાર ડિઝાઇન પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું.
જેમાં કાર ડિઝાઇનર્સે અનેક શાનદાર કાર્સને રજૂ કરી હતી, આ પ્રતિયોગિતા દરમિયાન આ કારને વિજેતા જાહેર કરવામાં આવી હતી. તો ચાલો તસવીરોમાં જોઇએ પુતિનની નવી કારને.

આકર્ષક રૂપમાં કરાઇ તૈયાર
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ રશિયાના રાષ્ટ્રપતિની આ નવી લિમોઝિનને, જેને ઘણા જ આકર્ષક રૂપમાં તૈયાર કરવામાં આવી છે.

ત્રણ લોકોએ કર્યું આ કારનું નિર્માણ
આ કારનું નિર્માણ ત્રણ લોકોએ મળીને લગભગ ત્રણ સપ્તાહમાં કર્યું છે. આ કારના નિર્માણમાં કંપની દ્વારા આપવામાં આવેલી તમામ શરતોને પૂરી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

લાંબો અને લક્ઝરી લુક
આ કારને ઘણો જ લાંબો અને એક લક્ઝરી લુક આપવામાં આવ્યો છે. પુતિનને જેવી શાનદાર લિમોઝિનની શોધ હતી તેવી.

એક કોન્સેપ્ટ સંસ્કરણ
હજુ આ કાર એક કોન્સેપ્ટ સંસ્કરણ તરીકે તૈયાર કરવામાં આવી છે. આ સ્પર્ધા દરમિયાન સેંકડો કાર ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી. જેમાંથી આ એક કારને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

રોલ્સ રોયસ જેવો આભાસ
સામેથી જોવામાં આવે તો આ કાર જાણીતી લક્ઝરી કાર રોલ્સ રોયસનો આભાસ કરાવે છે. તેની ગ્રીલ ઘણી મોટી અને ઉંચી બનાવવામાં આવી છે.

એક નાની હેચબેક કાર આવી જાય તેવું ફ્રન્ટ હુડ
આ ઉપરાંત આ કારનું ફ્રન્ટ હુડ લગભગ એટલું મોટું છે કે, તેમાં એક નાની હેચબેક કાર આવી જશે.

અધિકૃત સ્વીકૃતિ બાકી
જો કે, હજુ આ કારને અધિકૃત રીતે સ્વીકૃતિ આપવાનું બાકી છે, જે રાષ્ટ્રપતિના હાથમાં છે. જો પુતિન તેનો સ્વીકાર કરે છે તો કંપની આ કારનું નિર્માણ કાર્ય આગળ વધારશે.

તમામ આધુનિક ફીચર્સ
મર્સિયા મોટર્સ, આ કારમાં એ તમામ આધુનિક ફીચર્સ સામેલ કરશે, જે એક રાષ્ટ્રપતિની કારમાં હોય છે.












Click it and Unblock the Notifications
