કારની 20 રોચક જાણકારી, જે તમને ખબર નહીં હોય
દુનિયાભરમાં તેવી અનેક અજીબો ગરીબ વાતો થતી રહેતી હોય છે જેના વિષે આપણને જાણકારી ના હોય. આવી જાણકારીઓ કેટલીક વાર રોચક તો હોય જ છે સાથે અજીબો ગરીબ પણ હોય છે.
ત્યારે કાર અને ઓટોમોબાઇલ વિષે આવી જ કેટલીક રોચક માહિતીઓ વિષે આજે અમે તમને જણાવાના છીએ.
શું તમને ખબર છે કંઇ કારમાં સૌથી પહેલા રેડિયો નાંખવામાં આવ્યો હતો. કે પછી કારમાં બેસીને કેટલા સમયમાં પૃથ્વીથી ચંદ્ર સુધી જવાય? આવા તમામ રોચક સવાલોના રોચક જવાબ મેળવો આ ફોટોસ્લાઇડરમાં...

1 બિલિયન
અત્યારે ધરતી પર લગભગ 1 બિલિયન કારો છે. અને આ તમામ કારો, હાલ ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

અમેરિકા
અમેરિકામાં દર વર્ષે પ્રતિવ્યક્તિ 38 કલાક ટ્રાફિકમાં ફસાયેલા રહે છે.

શેરડીના રસથી એથનોલ
બ્રાઝિલમાં લગભગ 92 ટકા કાર શેરડીના રસમાંથી ઉત્પન્ન થયેલા એથનોલ તેલ પર ચાલે છે.

30 હજાર સ્પેર પાર્ટ્સ
એક કારને બનાવા માટે લગભગ 30 હજાર સ્પેર પાર્ટનો ઉપયોગ થાય છે.

19 છોકરીઓ
પાકિસ્તાનમાં એક સ્માર્ટ કારમાં 19 છોકરીઓ એકી સાથે બેસીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

કાર અકસ્માત
દુનિયામાં લગભગ 40 ટકા કાર ચાલકો અકસ્માત વખતે બ્રેકનો પ્રયોગ જ નથી કરતા.

ક્રૂઝ કંટ્રોલ
કારની જાણીતી ટેકનોલોજી ક્રૂઝ કંટ્રોલનો આવિષ્કાર એક અંધ એન્જીનિયર દ્વારા કરવામાં આવ્યો હતો.

ગંદી કાર
રશિયામાં ગંદી કાર રસ્તા પર ચલાવવી એક દંડનીય અપરાધ છે.

સૌથી ફાસ્ટ
અત્યારે દુનિયાની સૌથી ફાસ્ટ કાર છે બુગાટી વેરૉનની સુપર સ્પોર્ટકાર. જે પ્રતિકલાક 431 કિલોમીટરની સ્પીડ આપે છે.

પહેલો એક્સિડન્ટ
દુનિયાનો પહેલો એક્સિડન્ટ 1891માં ઓહિયામાં થયો હતો.

પ્રદૂષણ
20મી સદી પહેલા ઘોડા સૌથી વધુ પ્રદૂષણનું કારણ હતા.

નો હાર્ન
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રસ્તા પર કોઇ કારણ વગર હોર્ન વગાડવું એક અપરાધ છે. અને તમે ઇમરજન્સીમાં જ હોર્ન વગાડી શકો છો.

માણસો કરતા વધુ કાર
લોસ એન્જલિસમાં માણસો કરતા કારોની સંખ્યા વધારે છે.

પાર્કિંગ
કોઇ પણ કાર તેનું 95 ટકા જીવન ગેરેજ કે પાર્કિંગમાં જ પસાર કરે છે.

120 લીટર પેટ્રોલ ફ્રી
તુર્કમેનિસ્તાનમાં દર મહિને 120 લીટર પેટ્રોલ મફતમાં આપવામાં આવે છે.

ચંદ્ર
જો તમે ધરતીથી ચંદ્રમાં સુધી 95 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડે કાર ચલાવો તો તમે લગભગ 6 મહિનામાં ત્યાં પહોંચી જશો.

કાર રેડિયો
જ્યારે કાર રેડિયોની પહેલીવાર શોધ થઇ ત્યારે અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. કારણ કે તેમનું માનવું હતું કે આ દ્વારા કાર ચાલકનું ધ્યાન ભટકી શકે છે.

રોલ્સ રોયલ
આજ સુધી રોલ્સ રોયલે જેટલી પણ કાર બનાવી તેમાંથી 75 ટકા કારો આજે પણ રસ્તાઓ પર ચાલી રહી છે.

હેનરી ફોર્ડ
વર્ષ 1941માં ફોર્ડ મોટર કંપનીના માલિક હેનરી ફોર્ડે, પ્લાસ્ટિકની કાર બનાવી હતી. વધુમાં તેને સોયાબીન કાર નામ આપવામાં આવ્યું હતું.

હિટલર
હિટલર જ્યારે જેલમાં હતો ત્યારે તેને મર્સડિઝ બેંઝના એક ડિલરશીપને કારલોન માટે અરજી કરી હતી.












Click it and Unblock the Notifications
