
અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે પોર્શેની આ છ કાર, કિંમત 2 કરોડ સુધી
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં પોર્શે એક વૈભવી અને ફાસ્ટેસ્ટ કાર નિર્માતા કંપની તરીકે જાણીતું છે. કંપની દ્વારા પોતાની અનેક કાર્સને ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. વાત ગુજરાત અંગે કરવામાં આવે અને તેમાં પણ વિકાસશીલ શહેરોમાં અગ્રેસર રહેલા અમદાવાદ ખાતે પોર્શે દ્વારા પોતાનો શો રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે થકી તે ગુજરાત ભરમાં પોતાની છ બ્રાન્ડેડ કાર્સને વેચી રહી છે.
અમદાવાદ ધીરે-ધીરે મેગા સિટી અને વૈભવતાઓથી ભરપૂર શહેર બની રહ્યું છે. અમદાવાદના માર્ગો પર આપણને મોટાભાગની વૈભવી બ્રાન્ડની કાર જોવા મળી રહે છે, જેમાં ફેરારી, ઑડી, મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ સહિત અનેક કાર નિર્માતાઓની કાર છે. વાત જ્યારે પોર્શે અંગે કરવામાં આવી રહી છે. પોર્શેની કુલ છ કાર એવી છે, જેને અમદાવાદમાં પણ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી છે. જો તમે એક પોર્શે કાર લવર છો તો ચોક્કસપણે એ જાણવા ઉત્સુક હશો કે અમદાવાદમાં પોર્શેની કઇ કાર ખરીદી શકાય છે. અમે અહીં તસવીરો થકી પોર્શેની છ કાર્સ અંગે કિંમતથી લઇને તેના એન્જીન, પરફોર્મન્સ અને એવરેજ સહિતની માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- જાણો કઇ કાર્સમાં મુસાફરીની મજા માણે છે વિશ્વના ટોપ ટેક બિલિયોનર્સ
આ પણ વાંચોઃ- અનોખી હોટેલઃ વૈભવી કાર્સને બનાવી દીધી રૂમની શોભા
આ પણ વાંચોઃ- ગુજરાત આવી મોદીની સુરક્ષાબદ્ધ BMW 760Li, જાણો શું છે ખાસિયત
આ પણ વાંચોઃ- કેવી રીતે સાંધવુ ટ્યૂબલેસ ટાયરમાં પંક્ચર?

પોર્શે કેયન્ને
કિંમતઃ- 79.1 લાખથી 2.1 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4806 સીસી, 4.8L વી8 2-ટર્બોચાર્જર્સ, 555.5 પીએસ, 75.8 કેજીએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 4134 સીસી, 4.2-લિટર 32વી વી8 ડિઝલ એન્જીન , 382બીએચપી, 850એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 4.8 સેકન્ડ(પેટ્રોલ),7.6 સેકન્ડ(ડીઝલ)
ટોપ સ્પીડઃ- 280 કિ.મી/કલાક (પેટ્રોલ),220 કિ.મી/કલાક(ડીઝલ)
એવરેજઃ- શહેરમાં 5.3 કિ.મી/લિટર અને હાઇવે પર 8.2 કિ.મી/લિટર (પેટ્રોલ) અને શહેરમાં 10.0 કિ.મી/લિટર અને હાઇવે પર 13.6 કિ.મી/લિટર (ડીઝલ)

પોર્શે બોક્સટર
કિંમતઃ- 91.5 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 3436 સીસી, 3.4-લિટર 315બીએચપી 24વી બોક્સર એન્જીન, 315બીએચપી, 360એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 5.1 સેકન્ડ(પેટ્રોલ)
ટોપ સ્પીડઃ- 279 કિ.મી/કલાક (પેટ્રોલ)
એવરેજઃ- શહેરમાં 6.9 કિ.મી/લિટર અને હાઇવે પર 13.8 કિ.મી/લિટર (પેટ્રોલ)

પોર્શે કેયમન
કિંમતઃ- 79.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 3436 સીસી, 3.5-લિટર 325બીએચપી 24વી મિડ એન્જીન, 325બીએચપી, 370એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 5.0 સેકન્ડ(પેટ્રોલ)
ટોપ સ્પીડઃ- 283 કિ.મી/કલાક (પેટ્રોલ)
એવરેજઃ- શહેરમાં 6.9 કિ.મી/લિટર અને હાઇવે પર 13.8 કિ.મી/લિટર (પેટ્રોલ)

પોર્શે મેકન
કિંમતઃ- 1 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 3604 સીસી, 3.6-લિટર 400બીએચપી 24વી વી6 પેટ્રોલ એન્જીન , 400બીએચપી, 550એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 2967 સીસી, 3.0-લિટર 258બીએચપી 24વી વી6 ડિઝલ એન્જીન , 258બીએચપી, 580એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 4.8 સેકન્ડ(પેટ્રોલ),6.3 સેકન્ડ(ડીઝલ)
ટોપ સ્પીડઃ- 266 કિ.મી/કલાક (પેટ્રોલ),230 કિ.મી/કલાક(ડીઝલ)
એવરેજઃ- શહેરમાં 6.3 કિ.મી/લિટર અને હાઇવે પર 10.8 કિ.મી/લિટર (પેટ્રોલ) અને શહેરમાં 11.3 કિ.મી/લિટર અને હાઇવે પર 14.9 કિ.મી/લિટર (ડીઝલ)

પોર્શે પાનમેરા
કિંમતઃ- 1.2થી 2 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 4806 સીસી, 4.8-લિટર 520બીએચપી વી8 ટ્વિન ટર્બો પેટ્રોલ એન્જીન , 520બીએચપી, 700એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 4.1 સેકન્ડ(પેટ્રોલ)
ટોપ સ્પીડઃ- 305 કિ.મી/કલાક (પેટ્રોલ)
એવરેજઃ- શહેરમાં 5.7 કિ.મી/લિટર અને હાઇવે પર 7.8 કિ.મી/લિટર (પેટ્રોલ)

પોર્શે 911
કિંમતઃ- 1.3થી 2.7 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 3800 સીસી, 3.8-લિટરs 520બીએચપી 24વી ફ્લેટ એન્જીન, 520બીએચપી, 660એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 2967 સીસી, 3.0-લિટર 258બીએચપી 24વી વી6 ડિઝલ એન્જીન , 520બીએચપી, 660એનએમ ટાર્ક
0-100 કિ.મી/કલાક:- 3.4 સેકન્ડ(પેટ્રોલ),6.3 સેકન્ડ(ડીઝલ)
ટોપ સ્પીડઃ- 315 કિ.મી/કલાક (પેટ્રોલ),230 કિ.મી/કલાક(ડીઝલ)
એવરેજઃ- શહેરમાં 6.3 કિ.મી/લિટર અને હાઇવે પર 8.3 કિ.મી/લિટર (પેટ્રોલ) અને શહેરમાં 11.3 કિ.મી/લિટર અને હાઇવે પર 14.9 કિ.મી/લિટર (ડીઝલ)