Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2013માં રસ્તાઓ પર આ કાર્સે રેલાવી પોતાની અદા

ઓટોમોબાઇલ વિશ્વ માટે 2013નું વર્ષ ઇવેન્ટફૂલ રહ્યું છે. આ આખા વર્ષ દરમિયાન વિવિધ કંપનીઓ દ્વારા અનેક વિધ સુવિધાઓ સાથે પોતાની નવી કાર્સને લોન્ચ કરવામાં આવી અથવા તો જૂની કાર નવા અવતાર અને અંદાજ સાથે માર્કેટમાં મુકીને ગ્રાહકોને લોભાવવામાં આવ્યા. બીએમડબલ્યુ હોય કે મર્સીડિઝ બેન્ઝ, ટાટા હોય કે હોન્ડા કે પછી હુન્ડાઇ, ફોર્ડ સહિતની કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા વૈભવી કારથી માંડીને સામાન્ય જનતાને ધ્યાનમાં રાખીને પણ કાર્સ ભારતીય અને વિશ્વ ઓટોમોબાઇલ બજારમાં રજૂ કરી કાર ચાહકોને પોતાના તરફ આકર્ષયા છે.

ત્યારે આજે અમે અહીં 2013 દરમિયાન ઓટો વિશ્વમાં રજૂ કરવામાં આવેલી કેટલીક શાનદાર અને શ્રેષ્ઠ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેમાં કોઇનું એન્જીન સારું છે તો કોઇકનું પરફોર્મન્સ, કોઇની ડિઝાઇન શાનદાર છે તો કોઇનું ઇન્ટરિયર અદભૂત છે. તો ચાલો તસવીરો થકી જાણીએ 2013માં રજૂ થયેલી ટોપ કાર્સ અંગે.

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ દ્વારા ઇકોસ્પોર્ટ થકી એસયુવી બજારમાં એક પરવળે તેવા ભાવ સાથે કાર રજૂ કરી, જેના કારણે આ કારે માત્ર 17 દિવસમાં જ 30 હજારનું બૂકિંગ મેળવી લીધું હતું, જે ભારતીય ઓટો ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન છે. આ કારની કિંમત 5.59 લાખની આસપાસ રાખવામાં આવી છે.

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

હોન્ડા દ્વારા ભારતીય ઓટો બજારમાં 2013માં અમેઝ કારને લોન્ચ કરવામાં આવી હતી. હોન્ડા દ્વારા પહેલી ડિઝલ કાર ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારે લોન્ચ થયાના એક અઠવાડિયામાં જ ડિઝાયર કારના બુકિંગના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ કારના પેટ્રોલ વેરિએન્ટની કિંમત 4.99 લાખ અને અન્ય ટોપ ટૂ વેરિએન્ટની કિંમત 6.62 અને 7.5 લાખ રૂપિયા છે.

શેરવોલે એન્જોય

શેરવોલે એન્જોય

જનરલ મોટર્સ દ્વારા પોતાની સબબ્રાન્ડ સેવરોલે હેઠળ સેવરોલે એન્જોયને ભારતીય બજારમાં ઉતારી હતી. આ કારને ઘણા જ યુઝર ફ્રેન્ડલી ફીચર સાથે માર્કેટમાં ઉતારવામાં આવી હતી. આ કારના પેટ્રોલ વેરિએન્ટની કિંમત 5.49થી 6.99 લાખની વચ્ચે અને ડિઝલ મોડલની કિંમત 6.69થી 7.99 લાખની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

નિસાન ટેર્રાનો

નિસાન ટેર્રાનો

જાપાની વાહન નિર્માતા કંપની નિસાને તાજેતરમાં જ પોતાની શાનદાર એસયુવી ટેર્રાનોને દેશની સામે રજૂ કરી હતી. તેને ફોર્ડની ઇકોસ્પોર્ટની સામે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ ઇકોસ્પોર્ટ દ્વારા જે રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો તેને નિસાન ટેર્રાનો તોડી શકી નથી. ભારતીય બજારમાં નિસાન ટેર્રાનોની કિંમત 9.59 લાખ રૂપિયા છે.

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

ભારતની બીજી સૌથી મોટી કાર નિર્માણ કરતી કંપની હુન્ડાઇ દ્વારા વધુ એક સફળ સ્ટોરી 2013માં લખવામાં આવી હતી. કંપની દ્વારા આઇ10 અને આઇ20ની સફળતા બાદ નવી હેચબેક કાર ગ્રાન્ડ આઇ10 લોન્ચ કરવામાં આવી હતી. આ કારે પહેલા 90 દિવસમાં 33 હજાર કારનું વેચાણ નોંધાવ્યું હતું. આ કારના બન્ને મોડલ પેટ્રોલ અને ડીઝલ બન્નેની પ્રારંભિક કિંમત 4.29 લાખ રૂપિયા છે.

મર્સીડિઝ બેન્ઝ બી ક્લાસ

મર્સીડિઝ બેન્ઝ બી ક્લાસ

અન્ય કંપનીઓ નવી કાર લોન્ચ કરવામાં લાગેલી હતી ત્યારે મર્સીડિઝે તેની જૂની કારમાં ઘણો બધો ફેરફાર કરીને તેને લોન્ચ કરી હતી. કંપનીએ પોતાની શ્રેષ્ઠ એફોર્ડેબલ બી ક્લાસ કાર્સને ડીઝલ વર્ઝનમાં લોન્ચ કરી હતી, જેને 22.60 લાખ રૂપિયામાં લોન્ચ કરવામાં આવી હતી.

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા દ્વારા આ વર્ષે પોતાની અન્ય એક શાનદાર કાર્સ ઓક્ટિવાને લોન્ચ કરીને પોતાના ઓક્ટિવા પ્રેમી ગ્રાહકોનો પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કર્યો હતો.

બીએમડબલ્યુ 1 સીરિઝ

બીએમડબલ્યુ 1 સીરિઝ

બીએમડબલ્યુ દ્વારા 2013માં પોતાની 1 સીરિઝની કાર્સને લોન્ચ કરી હતી. ભારતીય બજારમાં બીએમડબલ્યુ 1 સીરિઝની 116આઇ અને 118ડી ઉપલબ્ધ છે.

મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ

મર્સીડિઝ બેન્ઝ એ ક્લાસ

જર્મન કાર નિર્માણ કંપની મર્સીડિઝ બેન્ઝ દ્વારા ચાલુ વર્ષે અનેક કારને લોન્ચ કરવામાં આવી હતી. જેમાં એ ક્લાસનો પણ સમાવેશ થાય છે.

મહિન્દ્રા E20

મહિન્દ્રા E20

ભારતીય કાર નિર્માણ કરતી કંપની મહિન્દ્રા દ્વારા ભારતીય બજારમાં E2Oને લોન્ચ કરવામાં આવી હતી. આ નવા જનરેશનની કાર માનવામાં આવે છે.

જગુઆર એફ ટાઇપ

જગુઆર એફ ટાઇપ

જગુઆર કંપની દ્વારા ભારત સહિતના બજારમાં એક નવી કારને લોન્ચ કરવામાં આવી હતી. આ વર્ષે કંપનીએ જગુઆર એફ ટાઇપ લોન્ચ કરી હતી.

શેરવોલે સેઇલ

શેરવોલે સેઇલ

જનરલ મોટર્સની સબ બ્રાન્ડ શેરવોલે દ્વારા અન્ય એક કાર લોન્ચ કરવામાં આવી હતી. કંપની દ્વારા શેરવોલે સેઇલ લોન્ચ કરવામાં આવી હતી. આ કારના ડીઝલ અને પેટ્રોલ બન્ને ઓપ્શન છે.

મારુતિ સુઝુકી એર્ટિગા ઓટોમેટિક

મારુતિ સુઝુકી એર્ટિગા ઓટોમેટિક

સુઝુકી મોટર્સ દ્વારા તેની ઓટોમેટિક વર્ઝનવાળી એર્ટિગાને આ વર્ષે લોન્ચ કરવામાં આવી છે. આ કારી ભારતીય બજારમાં કિંમત 8થી 8.50 લાખ સુધીની છે.

ફિયાટ ન્યુ ગ્રેન્ડ પુન્ટો

ફિયાટ ન્યુ ગ્રેન્ડ પુન્ટો

ફિયાટ દ્વારા 2013માં નવી કાર ગ્રેન્ડ પુન્ટો લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 4થી 7 લાખની વચ્ચે છે.

ફોક્સવેગન પોલો GT 1.2 TSI

ફોક્સવેગન પોલો GT 1.2 TSI

ફોક્સ વેગન દ્વારા 2013માં પોલો GT 1.2 TSI લોન્ચ કરવામાં આવી હતી. આ કારમાં 7 સ્પીડ ડીએસજી ઓટોમેટિક ગીયરબોક્સ છે, આ કાર પેટ્રોલ અને ડીઝલ બન્ને વર્ઝનમાં છે.

ટાટા વિસ્ટા ડી90

ટાટા વિસ્ટા ડી90

ટાટા દ્વારા 1998માં ઇન્ડિકા કાર લોન્ચ કરવામાં આવી હતી, ત્યારથી આ કાર ઘણી જ લોકપ્રીય રહી છે, કંપની દ્વારા તેનો નવો અવતાર વિસ્ટા ડી90ને 2013માં લોન્ચ કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X