For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેસિંગની રાણી બનેલી કાર્સના રખાયા આવા નામ

By Super
|
Google Oneindia Gujarati News

આપણે અનેક વિધ નામ કે જે આપણા ધ્યાનમાં ક્યારેય ન આવ્યા હોય તેવા નામ ધરાવતી સ્પોર્ટ્સ કાર, હેચબેક, એસયુવી કે વૈભવી કારને કંપનીઓ દ્વારા લોન્ચ કરવામાં આવતી હોય છે. કંપની દ્વારા આ કાર્સ લોન્ચ કરવામાં આવ્યા બાદ આપણે ઉત્સાહ સાથે એ નામના અર્થને જાણવામાં લાગી જતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઇ કારને બીજા નામથી લોન્ચ કરવામાં આવી હોય અને રેસિંગ ટ્રેકમાં કારને દોડાવવામાં આવ્યા બાદ તેને એ રેસિંગ ટ્રેકનું નામ આપીને રીલોન્ચ કરવામાં આવી હોય.

કદાચ એ વાત તમારા ધ્યાનમાં નહીં આવી હોય, ત્યારે આજે અમે અહી એવી જ કેટલીક કાર્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ કે જે કારના નામ વિવિધ રેસિંગ ટ્રેકમાં દોડ્યા બાદ રાખવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ આ કાર્સ અંગે.

બેન્ટલે બ્રુકલેન્ડ

બેન્ટલે બ્રુકલેન્ડ

ઇંગ્લેન્ડના બ્રુકલેન્ડ ખાતે એક રેસિંગ ટ્રેકમાં બેન્ટલેની આ કારને દોડાવવામાં આવી હતી અને ત્યારબાદ આ કારનું નામ બેન્ટલે બ્રુકલેન્ડ રાખવામાં આવ્યું હતું.

માસેરાતિ ઇન્ડી

માસેરાતિ ઇન્ડી

ઇન્ડિયનપોલિસ ખાતે યોજાયેલી એક રેસમાં આ કારે ભાગ લીધો હતો અને ત્યારબાદ આ કારનું નામ માસેરાતિ ઇન્ડી રાખવામાં આવ્યું હતું.

ઓપેલ મોન્ઝા

ઓપેલ મોન્ઝા

આ કારનું નામ પણ એક રેસિંગ ટ્રેકના આધારે રાખવામાં આવ્યું છે. આ રેસિંગ ટ્રેકમાં ઓપેલની આ કારે પોતાનો ઝલવો વિખેર્યો હતો.

ડોજ ચાર્જર ડાયતોના

ડોજ ચાર્જર ડાયતોના

ડાયતોના ઇન્ટરનેશનલ સ્પીડવે ખાતેની રેસમાં ભાગ લીધા બાદ આ કારનું નામ ડોજ ચાર્જર ડાયતોના રાખવામાં આવ્યું હતું.

દે તોમાસો વાલ્લેલુંગા

દે તોમાસો વાલ્લેલુંગા

ઓટોડ્રોમો વાલ્લેલુંગા ખાતે અનેક પ્રકારની રેસિંગ કરવામાં આવે છે. ત્યાં યોજાયેલી એક કાર રેસિંગમાં ભાગ લીધા બાદ દે તોમાસોને દે તોમાસો વાલ્લેલુંગા નામ આપવામાં આવ્યું હતું.

ફોર્ડ તોરિનો તાલ્લેડેગા

ફોર્ડ તોરિનો તાલ્લેડેગા

અલબામા ઇન્ટરનેશનલ મોટર સ્પીડવેના હોમ ટાઉન તાલ્લેડેગા ખાતેની રેસમા ભાગ લીધા બાદ ફોર્ડે તેની આ કારનું નામ તોરિનો તાલ્લેડેગા રાખ્યું હતું.

ઓડી એવ્યુસ કઉઆત્રો કોન્સેપ્ટ

ઓડી એવ્યુસ કઉઆત્રો કોન્સેપ્ટ

તમે કદાચ ઓડીની આર8ને લઇને ઘણા જ ઉત્સાહિત હશો, પરંતુ તમને કદાચ નહીં માલુમ હોય કે આ તેની પહેલી સુપર કાર નથી, આ પહેલા તેણે 1991માં એવ્યુસ કઉઆત્રો કોન્સેપ્ટ કાર રજુ કરી હતી. જેનું નામ પણ રેસિંગ ટ્રેક પરથી પાડવામાં આવ્યું છે.

હેઇલે સિલ્વરસ્ટોન

હેઇલે સિલ્વરસ્ટોન

સિલ્વરસ્ટોન 1948થી કાર રેસિંગ માટે સૌથી લોકપ્રિય સ્થળ છે. જેમાં ઓટોમેટિવ એન્જીનિયર અને રેસિંગ ડ્રાઇવર ડોનાલ્ડ દ્વારા હેઇલેને રજુ કરવામાં આવી હતી. ત્યારબાદ કારને હેઇલે સિલ્વરસ્ટોન નામ આપવામાં આવ્યું હતું.

પોન્ટિઆક લે મેન્સ

પોન્ટિઆક લે મેન્સ

પોન્ટિઆકમાં ડાર્કનેસમાં યુરોપિયન સ્પોર્ટ્સ કાર રેસિંગ 1962માં યોજાઇ હતી, જેમાં લે મેન્સ કારને રજુ કરવામાં આવી હતી, ત્યારબાદ આ રેસ પૂર્ણ થયા બાદ જ્યારે આ કારના અન્ય મોડલ રજુ થયા તો તને પોન્ટિઆક લે મેન્સ નામ આપવામાં આવ્યું હતું.

ફેરારી 599 જીટીબી ફિઓરાનો

ફેરારી 599 જીટીબી ફિઓરાનો

ફરારીના આ કારે 1972માં શરૂ કરવામાં આવેલા ફિઓરાનો સર્કિટમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ ફેરારી 599 જીટીબીને ફિઓરાનો નામ આપવામાં આવ્યું હતું.

English summary
here is the list of Top Cars Named After Race Tracks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X