• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ફિટ હૈ બૉસ’ લોન્ચ થઇ ટોયોટાની ઇટિઓસ ક્રોસ

By Super
|

નવી ઇટિઓસ ક્રોસ અધિકૃત રીતે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત 5.76 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ઇટિઓસ લીવાના આ ક્રોસ ઓવર હૈચ અવતારને પહેલા 1 ફેબ્રુઆરી 2014માં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. ટોયોટા ઇટિઓસ ક્રોસ બ્રાઝીલમાં પહેલાથી જ વેચાઇ રહી છે. રફ લૂક હોવા છતાં ઇટિઓસ ક્રોસ એક સાચી ક્રોસ રોડ કાર નથી. આ શહેરી ટ્રાફિકમાં ચલાવવા માટે ઘણી સહેલી છે. જો કે, રફ લૂક અને ફીલ એ લોકોને વધારે પસંદ આવશે, જે એક નાની કારમાં કોમ્પેક્ટ એસયુવીના લુક અને ફીલ ઇચ્છે છે.

કારની લોન્ચિંગ વખતે કંપનીના પ્રબંધ નિદેશક નાઓમી ઇશીએ કહ્યું કે, બી કાર સેગ્મેન્ટ કાર ઉદ્યોગનું સૌથી ઝડપી વિકસતુ સેગ્મેન્ટ છે. સેગ્મેન્ટમાં ઝડપથી આવતો બદલાવ ગ્રાહકોની વેગ સાથે બદલાતી જરૂરિયાતો છે. ગ્રાહકો આજે એક એવી કાર ઇચ્છે છે, જે તેમની ઓળખ બની શકે. ઇટિઓસ ક્રોસ એ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે અમારા ગ્રાહકોને ઇટિઓસ ક્રોસ થકી ટોયોયાના વિશ્વવ્યાપી વાયદા ક્યૂડીઆર(ક્વોલિટી, ડ્યૂરેબિલિટી અને રિયાયબિલિટી અર્થાત, ગુણવત્તા, સ્થાયિત્વ અને વિશ્વસનીયતા) આપવાનું વચન કરતા ઘણી પ્રસન્નતા અનુભવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જોઇએ ટોયોટા ઇટિઓસ ક્રોસને.

વિસ્તૃત જાણકારી

વિસ્તૃત જાણકારી

ટોયોટા ઇટિઓસ ક્રોસ અંગે વિસ્તૃત જાણકારી માટે તસવીરો પર ક્લિક કરો.

ટોયોટા ઇટિઓસ ક્રોસનું એન્જીન

ટોયોટા ઇટિઓસ ક્રોસનું એન્જીન

1.5-લીટર પેટ્રોલ (DOHC) - 90 હૉર્સપાવર @ 5600 આરપીએમ અને 132 એનએમ ટૉર્ક @ 3000 આરપીએમ

1.2-લીટર પેટ્રોલ (DOHC) -80 હૉર્સપાવર @ 5600 આરપીએમ અને 104 એનએમ ટૉર્ક @ 3100 આરપીએમ

1.4-લીટર ડીઝલ (D4D) - 68 હૉર્સપાવર @ 3800 આરપીએમ અને 170 એનએમ ટૉર્ક @ 1800-2400 આરપીએમ

ટોયોટા ઇટિઓસ એવરેજ

ટોયોટા ઇટિઓસ એવરેજ

1.5-લીટર પેટ્રોલ- 16.78 કિ.મી પ્રતિ લીટર

1.2-લીટર પેટ્રોલ- 17.71 કિ.મી પ્રતિ લીટર

1.4-લીટર ડીઝલ- 23.59 કિ.મી પ્રતિ લીટર

ટોયોટા ઇટિઓસનું એક્સટીરિયર

ટોયોટા ઇટિઓસનું એક્સટીરિયર

ટોયાટા ઇટિઓસ ક્રોસઓવરની આગળ સિલ્વર રંગની ગ્રિલ છે. સાથે જ કાળા ડ્યૂરેબલ પ્લાસ્ટિક કારના નીચલા ભાગને કવર કરે છે. 15 ઇન્ચના ડાયમંડ કટ એલોય વ્હીલ છે, રુફ રેલ, ફૉગ લેંપ્સ અને ઓઆરવીએમમાં જોડાયેલું ટર્ન ઇન્ડિકેટર છે. આ સાથે જ ઇટિઓસ ક્રોસનો લોગો પાછળના બમ્પરના આવરણ પર લાગેલો છે.

રિયર ભાગ પર નજર ફેરવીએ

રિયર ભાગ પર નજર ફેરવીએ

એક નજર ઇટિઓસ ક્રોસના રિયર ભાગ પર ફેરવીએ.

ટોયોટા ઇટિઓસ ક્રોસ ઇન્ટીરિયર

ટોયોટા ઇટિઓસ ક્રોસ ઇન્ટીરિયર

કારમાં પિયાનો બ્લેક સેન્ટર કન્સોલ છે. ફેબરિક સીટ કવર છે અને તેમાં કોન્ટ્રાસ્ટ કરતા સફેદ ઘાગા અને લોગો. એટલું જ નહીં તેમાં 2 ડિન ઓડિયો સિસ્ટમ સાથે બ્લૂટૂથ, યુએસબી, એયૂએક્સ-ઇન અને રિમોટ એન્ડ લેધરમાં લપેટાયેલુ સ્ટીરયિંગ વ્હીલ. સ્ટીયરિંગ વ્હીલ પર પણ ઓડિયો કન્ટ્રોલ્સ લાગેલા છે.

સુરક્ષા ફીચર્સ

સુરક્ષા ફીચર્સ

જો આ કારના સેફ્ટી ફીચર્સ અંગે વાત કરવામા આવે તો, એબીએસ સાથે ઇબીડી અને ડ્રાઇવર તથા સહયાત્રીઓ માટે એરબેગ્સ આપેલી છે.

રંગ વિકલ્પ

રંગ વિકલ્પ

અલ્ટ્રામરીન બ્લૂ ઉપરાંત, ગ્રે, સિંફની સિલ્વર, કેલેસ્ટિલ બ્લેક, સફેદ, વરમિલિન રેડ વિકલ્પ છે. આ સાથે જ ઘાટો નારંગી રંગ પણ છે.

ઇટિઓસ ક્રોસની કિંમત

ઇટિઓસ ક્રોસની કિંમત

પેટ્રોલ

વેરિએન્ટ ‘વી' (1.5-લીટર એન્જીન) - રૂપિયા 7,35,000

વેરિએન્ટ ‘જી' (1.2-લીટર એન્જીન) - રૂપિયા 5,76,000

ડીઝલ(1.4-લીટર એન્જીન)

વેરિએન્ટ ‘વીડી' - રૂપિયા 7,40,640

વેરિએન્ટ ‘જીડી' - રૂપિયા 6,90,432

English summary
Toyota Etios Cross price out on launch. Toyota Etios variants price, mileage, features are provided.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more