For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં જ લોન્ચ થશે આ શાનદાર કાર્સ

|
Google Oneindia Gujarati News

શું તમે આ તહેવારના મોસમમાં પોતાના ઘરે એક નવી કાર લેવાની યોજના બનાવી રહ્યાં છે. જો હાં, તો આ તમારા માટે સોનેરી તક છે. કારણ કે, આ વર્ષે તહેવારની સીઝનમાં વાહન નિર્માતા કંપની અનેક સારી કાર્સને બજારમાં રજૂ કરવાના આયોજનમાં છે. જેમાં કેટલીક નવી બ્રાન્ડ્સ પણ બજારમાં રજૂ કરવામાં આવશે, જે તમારી ડ્રાઇવિંગ પેશનને વધારી દેશે.

આ વખતે વર્ષાંત સુધીમાં બજારમાં નવી હેચબેક, એસયુવી અને શાનદાર સિડાન કાર્સ સહિત દરકે સેગ્મેન્ટમા ઇજાફો જોવા મળશે. જો કે, આ મહિનેથી શરૂ થઇ જશે અને દિવાળી સુધી જારી રહેશે. ખાસ કરીને દિવાળીના અવસરે લોકો પોતાના ઘરમાં નવા વાહનો લઇને આવે છે, તો આ વખતે દિવાળી કાર રસિયાઓ માટે ખાસ થનારી છે. ચાલો, તસવીરો થકી જોઇએ, આ વર્ષના અંતે કઇ-કઇ કાર બજારમાં રજૂ થશે.

શાનદાર કાર્સ મોડલ બજારમાં મચાવશે ધૂમ

શાનદાર કાર્સ મોડલ બજારમાં મચાવશે ધૂમ

આ વખતે દિવાળી સુધીમાં શાનદાર કાર મોડલ ઓટોમોબાઇલ બજારમાં ધુમ મચાવશે. એક તરફ ગ્રાહકો વચ્ચે એ વાતને લઇને રોમાંચ છે, તો બીજી તરફ 9માં મહિના સુધીમાં ઘટાડો નોંધાવનારા ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ તેને લઇને ઘણો ઉત્સાહિત પણ છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને પસંદ કરો તમારી કાર.

લોન્ચ સમયઃ- 3 સપ્ટેમ્બર
અંદાજિત કિંમતઃ- 19થી 22 લાખ રૂપિયા
 બીએમડબલ્યુ 1 સીરીઝ

બીએમડબલ્યુ 1 સીરીઝ

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુ દેશના રસ્તા પર પોતાની સૌથી સસ્તી કાર બીએમડબલ્યુ 1 સીરીઝને રજૂ કરવા જઇ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીએ આ કારમાં 1.6 લીટરની ક્ષમતાનું પેટ્રોલ અને 2.0 લીટરની ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. લક્ઝરી કાર્સના શોખીન કે જેઓ કિંમતના કારણે તેને ખરીદી નથી શકતા તેમના પાસે આ શાનદાર તક છે.

 હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10

કોરિયન કાર નિર્માતા કંપની હુન્ડાઇ આ વખતે દેશમાં પોતાની શાનદાર હેચબેક કાર ગ્રાન્ડ આઇ 10ને લોન્ચ કરવા જઇ રહી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ કાર કંપનીએ 1.1 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

લોન્ચ સમયઃ- સપ્ટેમ્બર
અંદાજિત કિંમતઃ- 5થી 6.5 લાખ રૂપિયા
મારુતિ વેગનઆર સ્ટ્રીંગરે

મારુતિ વેગનઆર સ્ટ્રીંગરે

આ કારને મારુતિ સુઝુકીએ 1.0 લીટરની ક્ષમતા સાથે સજેલા એન્જીન સાથે ભારતીય બજારમાં રજૂ કરી શકે છે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સનો શાનદાર રીતે પ્રયોગ કરવામાં આવશે. ભારતીય રસ્તાઓ પર ધ્યાન આપીએ તો આ કાર દેશ માટે ઘણી જ ઉપયુક્ત રહેશે.

લોન્ચ સમયઃ- 21 ઓગસ્ટ
અંદાજિત કિંમતઃ- 4.5 લાખ રૂપિયા

ટાટા નેનો સીએનજી

ટાટા નેનો સીએનજી

દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે પોતાની ખુશીઓની ચાવી એટલે કે નેનોને સીએનજી વેરિએન્ટ સાથે બજારમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતા સાથે નવી નેનો સીએનજી એક લીટર એન્જીનમાં કુલ 36 કિમી સુધી સફર કરી શકવા સક્ષમ છે.

લોન્ચ સમયઃ- સપ્ટેમ્બર
અંદાજિત કિંમતઃ- 2.4 લાખ રૂપિયા

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

સ્કોડાએ તાજેતરમાં જ પોતાની સિડાન કાર ઓક્ટિવાને નવા અવતારમાં દેશમાં રજૂ કરી છે. કંપનીએ પોતાની આ નવી સ્કોડા ઓક્ટિવાને પેટ્રોલ અને ડીઝલ બન્ને જ એન્જીન ઓપ્શન સાથે રજૂ કરી છે. કંપનીએ આ પેટ્રોલ વેરિએન્ટમાં 1.8 લીટરની ક્ષમતાના દમદાર ટીએસઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત નવી સ્કોડા ઓક્ટિવાએ ડીઝલ વેરિએન્ટમાં કંપનીએ 2.0 લીટરની ક્ષમતાના ટીડીઆઇ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

લોન્ચ સમયઃ- ઓક્ટોબર
અંદાજિત કિંમતઃ- 13થી 18 લાખ રૂપિયા
નિસાન ટેર્રાનો

નિસાન ટેર્રાનો

નિસાને આ એસયુવીનું નિર્માણ રેનોની ડસ્ટરના જ પ્લેટફોર્મ પર કર્યું છે, પરંતુ કંપનીએ તેના એક્સ્ટીરીયરમાં કેટલાક ફેરબદલ કરીને તેને ડસ્ટરથી અલગ કરી છે.

લોન્ચ સમયઃ- ઓક્ટોબર
અંદાજિત કિંમતઃ- 9થી 13 લાખ રૂપિયા

જીપ રેંગલર

જીપ રેંગલર

ઇટલની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફિએટે ભારતીય બજારમાં પોતાની લોકપ્રીય બ્રાન્ડ જીપને લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. તાજેતરમાં ચેન્નાઇમાં કંપનીએ પોતાની કાર્સનું પરિક્ષણ પણ કર્યું છે. આ દરમિયાન જીપ રેંગલર અને ગ્રાન્ડ ચેરોકી જોવા મળી હતી.

લોન્ચ સમયઃ- ઓક્ટોબર
અંદાજિત કિંમતઃ- 25 લાખ રૂપિયા

જીપ ગ્રાન્ડ ચેરોકી

જીપ ગ્રાન્ડ ચેરોકી

ભારતીય બજારમાં પોતાની શાનદર એસયુવી ગ્રાન્ડ ચેરોકીને રજૂ કરવાનું કંપની વિચારી રહી છે. જો જીપની આ શાનદર એસયુવી ગ્રાન્ડ ચેરોકીના વાત કરીએ તો આ દમદાર પ્રિમીયમ એસયુવી છે, જે પોતાના મશક્યુલર લુકથી તે કોઇનું પણ દીલ જીતવા સક્ષમ છે. કંપનીએ આ શાનદાર એસયુવીમાં 2987 સીસીની ક્ષમતાના દમદાર સીઆઇડીઆઇ ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

લોન્ચ સમયઃ- વર્ષાંત
અંદાજિત કિંમતઃ- 40 લાખ રૂપિયા

ફિએટ લીનિયા

ફિએટ લીનિયા

ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફિએટ દેશની પોતાની લોકપ્રિય સિડાન કાર લીનિયાના નવા ફેસલિફ્ટ મોડલને રજૂ કરવા જઇ રહી છે. કંપનીએ આ કારમાં કેટલાક નવા ટેક્નિક ફીચર્સને સામેલ કર્યા છે.

લોન્ચ સમયઃ- ઓક્ટોબર
અંદાજિત કિંમતઃ- 7 થી 11 લાખ રૂપિયા

ફિએટ અબાર્થ

ફિએટ અબાર્થ

ફિએટ આ વર્ષે પોતાના વાહનોની શ્રેણીમાં વધું એક નવી હેચબેક અબાર્થને રજૂ કરી શકે છે. તેનું નિર્માણ પુન્ટોના પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે, જો કે, કંપનીએ પુન્ટોને ડિસકન્ટીન્યૂ કરવા અંગે કોઇ આધિકારીક ઘોષણા કરી નથી, પરંતુ આ કારને પુન્ટોના સ્થાને રજૂ કરી શકે છે.

લોન્ચ સમયઃ- ઓક્ટોબર-નવેમ્બર
અંદાજિત કિંમતઃ- 7 લાખ રૂપિયા

English summary
Are you looking to buy a new car? Here is list of upcoming cars which will be launched in India by this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X