For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારના રંગથી જાણો વ્યક્તિનું વ્યક્તિત્વ

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં રંગો ઘણા મહત્વના છે, જરા વિચારો કે જો દૂનિયામાં રંગ ના હોત તો કેવી હોત આ દૂનિયા? ખરેખર, સાચું વિચાર્યુ કે રંગ વગરની દૂનિયા એકદમ બેદમ હોત. જેવી કે પહેલાની ફિલ્મો અને આજની ફિલ્મોમાં એવી ફિલ્મોને વધારે પસંદ કરવામાં આવે છે જે રંગીન હોય છે. પરંતુ તમને ખબર છે કે રંગોની પસંદગી આપણા વ્યક્તિત્વને રજૂ કરે છે. રંગોની પસંદગી મામલે આપણે કપડાં, ઘરની દિવાલો, અહીં જ્યારે તમે કોઇ વાહન, કાર વગેરે ખરીદી કરો છો ત્યારે વધારે ધ્યાન રાખો છો. આજે અમે તેમને કારોના રંગથી કોઇના વ્યક્તિત્વ અંગે કેવી રીતે જાણી શકાય એ જણાવી રહ્યા છીએ.

ભારતીય બજારમાં કારોના રંગને લઇને વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ક્યારેક-ક્યારેક કેટલીક આવી કારો પણ બજારમાં રજૂ કરવામાં આવે છે, જેમાં બધુ જ સારું હોય છે પરંતુ ગ્રાહકોને તેનો રંગ પસંદ નથી આવતો અને આ કાર બજારમાં ઉંધેકાંધ પછડાય છે. જો ભારતીય બજાર પર નજર ફેરવવામાં આવે તો અહીં સૌથી વધારે કાળો અને સફેદ રંગ પસંદ કરવામાં આવે છે. ચાલો તસવીરો થકી જાણીએ કે તમારી કારનો રંગ શું કહે છે?

કારના રંગથી જાણો લોકોનું વ્યક્તિત્વ

કારના રંગથી જાણો લોકોનું વ્યક્તિત્વ

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો કેવા રંગની કાર કેવું વ્યક્તિત્વ દર્શાવે છે.

સિલ્વર રંગની કાર

સિલ્વર રંગની કાર

સિલ્વર રંગ લાલિત્ય, રમ્યતા, અને શિષ્ટતાનું પ્રતિક છે. આ રંગની યા પછી તેનાથી મિશ્રીત રંગની કારોને પણ ભારતીય બજારમાં ઘણી પસંદ કરવામાં આવે છે. જો તમારી કારનો રંગ સિલ્વર છે તો તમે એક આશાવાદી વ્યક્તિ છો અને તમારી અંદર ભવિષ્યને ઓળખવાની ક્ષમતા છે.

લાલ રંગની કાર

લાલ રંગની કાર

લાલ રંગ ઉર્જા અને શક્તિનું પ્રતિક છે. આ રંગની કારોનું ચલણ ભારતીય બજામાં નાની કારોમાં વધારે જોવા મળે છે. જો તમારી કાર લાલ રંગની છે તો તમારી અંદર શક્તિ અને પોતાનો પ્રભાવ દર્શાવવાની ક્ષમતા છે. આ ઉપરાંત આ કારનો સ્વામી હંમેશા એક શાનદાર ઉર્જાથી ભરેલો હોય છે અને પ્રભાવશાળી હોય છે.

પીળા રંગની કાર

પીળા રંગની કાર

પીળો રંગ પ્રકાશ અને પુંજનું પ્રતિક છે જે પ્રકારે આકાશમાં સૂર્યોદય બાદ આખું વિશ્વ જાગી જાય છે, તેવી જ રીતે પીળો રંગ પણ લોકોની અંદર આકર્ષક ચેતના પૈદા કરે છે. પીળા રંગની કારોનો સ્વામીની અંદર એક વિશેષ આદત હોય છે, જે પોતાના કાર્યો અંગે આખા વિશ્વને બતાવવા ઇચ્છે છે અને તેના માટે તે દેકારો પણ કરી શકે છે. પીળો રંગ બધાને હંમેશા પોતાના તરફ આકર્ષક કરવા ઇચ્છે છે.

ભૂરા રંગની કાર

ભૂરા રંગની કાર

ભૂરો એક ડલ રંગ હોય છે, ભૂરા રંગનો સીધો સંબંધ ભૂમિ એટલે કે ધરતી સાથે હોય છે. આ રંગની કારનો સ્વામી ઘણો જ સાદગી પસંદ અને જમીન સાથે જોડાયેલો હોય છે. તેને ભૌતિક જીવનની ઝાકઝમાળ પોતાની તરફ વધારે આકર્ષક કરી શકતી નથી.

નારંગી (ઓરેન્જ) રંગની કાર

નારંગી (ઓરેન્જ) રંગની કાર

નારંગી રંગની કારનું ચલણ ભારતીય બજારમાં ઘણું જ ઓછું છે. આ રંગની કારનો સ્વામી હંમેશા આનંદથી ભરપૂર રહે છે. આ ઉપરાંત તે જિંદગીમાં માત્ર મજા લેવા અને ખુશીઓ વચ્ચે રહેવાનું પંસદ કરે છે. આ રંગની કારનો સ્વામી વાતુળીયો પણ હોય છે.

ગ્રે રંગની કાર

ગ્રે રંગની કાર

ગ્રે રંગની કારનું ચલણ ભારતીય કાર બજારમાં ઝડપથી પકડી લે છે. આ રંગની કારનો સ્વામી બહુત જ શાંત રહેવા અને મિત્રવત વ્યવહાર રાખવાનું પસંદ કરે છે. વિશેષ કરીને આ રંગની કારને વ્યાપાર જગતના લોકો વધારે પસંદ કરે છે. આ રંગનો સ્વામી ગંભીર રહેવાનું પસંદ કરે છે.

ઘાટા લીલા રંગની કાર

ઘાટા લીલા રંગની કાર

ઘાટો લીલો રંગ, વિશ્વભરમાં હરિયાળીનું પ્રતિક માનવામાં આવે છે. આ ઉપરાંત આ રંગની કારોનો સ્વામી પરમ્પરાગત વિચારવાળો હોય ચે. આ રંગના માલિકનું દિમાગ સંપૂર્ણપણે સંતુલિત રહે છે અને ચંચળતા તેની આસપાસ પણ ભટકતી નથી.

ગુલાબી રંગની કાર

ગુલાબી રંગની કાર

ગુલાબી, ખુબસુરતી અને સૌમ્યતાનું પ્રતિક હોય છે. આ રંગ લાલ અને સફેદ બન્નેનું મિશ્રણ હોય છે. તેથી આ રંગમાં બન્ને ગુણો એટલે કે ઉર્જા અને સ્વચ્છતા સરખા પ્રમાણમાં સમાયેલા હોય છે. આ રંગ વિશેષ કરીને યુવતીઓને પોતાના તરફ વધારે આકર્ષિત કરે છે. આ રંગ માસૂમિયતને પણ દર્શાવે છે.

સુવર્ણ રંગની કાર

સુવર્ણ રંગની કાર

સુવર્ણ રંગ ઘન, વૈભવ અન વિલાસિતાનું પ્રતિક છે. જો તમારી કારનો રંગ સુવર્ણ છે તો આ રંગનો સ્વામી ઘન અને વૈભવ બધાને પસંદ કરે છે. આ ઉપરાંત ઘણા જ ખર્ચીળા સ્વભાવના પણ હોય છે.

સફેદ રંગની કાર

સફેદ રંગની કાર

સફેદ રંગ સફાઇ, સ્વચ્છતા અને શાંતિનું એક શાનદાર પ્રતિક હોય છે. આપણા દેશમાં સફેદ કારોની ભરમાર છે, દેશના નેતાના નિવાસથી લઇને તેમની કારોનો રંગ સફેદ જ જોવા મળે છે. જો તમારી કાર સફેદ રંગની છે તો તમે સફાઇ પસંદ અને પોતાની જિંદગીમાં બધું વિસ્તારપૂર્વક કરવા ઇચ્છો છો. તમને વાતો છુપાવવી પસંદ નથી હોતી.

કાળા રંગની કાર

કાળા રંગની કાર

કાળો રંગ દ્રઢતાનું પ્રતિક હોય છે. ભારતીય વાહનોના બજારમાં સફેદ બાદ સૌથી વધારે આ રંગ પસંદ કરવામાં આવે છે. જો તમારી કાર કાળા રંગની છે તો તમે એક મજબૂત વ્યક્તિત્વવાળા છો, તમારી અંદર એક દ્રઢતા હંમેશા રહે છે. અને એક ખાસ વત મતે સેહલાયથી કોઇ પણ વાત માટે તૈયાર નથી હોતા, સંપૂર્ણ પણે વિશ્વાસ બેઠા પછી જ તમે તમારા વિચાર રાખો છો.

English summary
Ever wonderd about car color and personality? Do you know the colour of your car actually reflects your personality?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X