For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવાન અને સુંદર દેખાવા માટે આ આદતો પર લગાવો લગામ, પછી જુઓ પરિણામ

ચાલો જાણીએ કે એવી કઈ આદતો છે જેના કારણે સુંદરતામાં લાગે છે ગ્રહણ.

|
Google Oneindia Gujarati News

સુંદર દેખાવુ દરેકની ચાહત હોય છે. સુંદર દેખાવા માટે લોકો પાર્લર અને ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરે છે. મહિલાઓ સુંદર દેખાવા માટે ઘણીવાર મોંઘા બ્યૂટી ટ્રીટમેન્ટ લે છે ત્યારબાદ પણ નિખાર આવવાના બદલે ચહેરા પર ડાઘા પડી જાય છે.

ખોટી આદતોના કારણે નુકશાન

ખોટી આદતોના કારણે નુકશાન

વળી, અમુક લોકો પોતાના દૈનિક કાર્યમાં ખોટી આદતોના કારણે પોતાની સુંદરતાને નુકશાન પહોંચાડે છે. કોઈ પણ મહિલાની સુંદરતા માત્ર ચહેરાથી નથી હોતી પરંતુ વાળ અને દાંતથી પણ હોય છે. ચાલો જાણીએ કે એવી કઈ આદતો છે જેના કારણે સુંદરતામાં લાગે છે ગ્રહણ.

વેક્સિંગ બાદ પેડિક્યોર

વેક્સિંગ બાદ પેડિક્યોર

વેક્સિંગ અને પેડિક્યોર એકસાથે ન કરાવવુ જોઈએ. વેક્સિંગ બાદ પેડક્યોર કરાવવાથી પગમાં સંક્રમણનુ જોખમ રહે છે. પેડક્યોર અને વેક્સંગ વચ્ચે કમસે કમ એક દિવસનો ગેપ હોવો જોઈએ. નખની સફાઈ કરતી વખતે ક્યુટિકલ્સ ન કાપવા જોઈએ, આનાથી ઈન્ફેક્શન ફેલાવાનુ જોખમ રહે છે.

કૉફી પીવી

કૉફી પીવી

વધુ ચા અને કૉફી પીવીથી દાંત પીળા પડી જાય છે. કૉફી પીધા પછી દાંતને સાફ કરવા જોઈએ. કૉફી અથવા ચા બીધા બાદ તરત જ દાંતોને સાફ ન કરવા જોઈએ. કૉફી અને ચા પીધીના 1 કલાક બાદ દાંતને સાફ કરવા એક સારી આદત છે. આમ કરવાથી દાંત પીળા નહિ થાય. તમને જણાવી દઈએ કે ચા કે કૉફી પીધા પછી તરત જ દાંત સાફ કરવાથી દાંતોનુ ઈનેમલ નબળુ પડી જાય છે.

વધુ શેમ્પુ

વધુ શેમ્પુ

હેલ્ધી અને સિલ્કી વાળ માટે શેમ્પુ કરવુ સારુ માનવામાં આવે છે. પરંતુ ઘણી વાર વધુ શેમ્પુ કરવાના કારણે પણ વાળને ઘણુ નુકશાન થઈ જાય છે. વધુ શેમ્પુ કરવાથી વાળ રુક્ષ અને બેજાન થઈ જાય છે. જે લોકોના સ્કાલ્પ રુક્ષ હોય છે તેમણે વીકમાં એક જ વાર હેર વૉશ કરવુ જોઈએ. વળી, જે લોકોના સ્કાલ્પ ઓઈલી હોય તેમણે વીકમાં બે અને ત્રણ વાર હેર વૉશ કરવુ જોઈએ તેનાથી વધુ નહિ.

રેઝર ન બદલવુ

રેઝર ન બદલવુ

જે લોકો એક જ રેઝરથી રોજ રોજ શેવ કરે છે. એક જ રેઝરનો વધુ ઉપયોગ કરવાથી સ્કિન પર ઈન્ફેક્શન ફેલાવાનુ જોખમ વધી જાય છે. વળી, કોઈ પણ રેઝરનો ઉપયોગ 5થી 6 વારથી વધુ ન કરવો જોઈએ. 5થી 6 વાર રેઝરનો ઉપયોગ કર્યા બાદ રેઝરને બદલી દેવુ જોઈએ.

આ પણ વાંચોઃ કોરોના વાયરસને રોકવા ભારત પાસે 30 દિવસ, નહિતર ભયાનક હશે ત્રીજુ સ્ટેજઆ પણ વાંચોઃ કોરોના વાયરસને રોકવા ભારત પાસે 30 દિવસ, નહિતર ભયાનક હશે ત્રીજુ સ્ટેજ

English summary
Common Beauty Mistakes That Damage Your Skin And Hair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X