For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિયાળામાં ત્વચા શુષ્ક બની જાય તે પહેલા અપનાવો આ ઘરેલુ ઉપચાર

શિયાળામાં લોકો ઘણીવાર શુષ્ક ત્વચાથી પરેશાન રહે છે. આવી પરિસ્થિતિમાં ચહેરાની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે, કારણ કે, ઠંડીમાં શુષ્કતાના કારણે ત્વચા વધુ બગડી શકે છે.

|
Google Oneindia Gujarati News

શિયાળામાં લોકો ઘણીવાર શુષ્ક ત્વચાથી પરેશાન રહે છે. આવી પરિસ્થિતિમાં ચહેરાની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે, કારણ કે, ઠંડીમાં શુષ્કતાના કારણે ત્વચા વધુ બગડી શકે છે. ઠંડા વાતાવરણમાં ચહેરાની ત્વચાની સાથે હાથ-પગની ત્વચા પણ ડ્રાય થઈ જાય છે. શિયાળામાં આ વખતે શુષ્ક ત્વચા તમને પરેશાન ન કરે, તેથી શુષ્ક ત્વચા સંભાળની આ ટિપ્સ અપનાવો...

skin care

ચણાના લોટ અને દહીંનો ફેસ પેક

ચણાનો લોટ અને દહીં ચહેરાના ટેનિંગ, ડાઘ-ધબ્બા, શુષ્કતા વગેરેની સમસ્યાને દૂર કરે છે. એક ચમચી ચણાનો લોટ અને એક ચમચી દહીં લો. બંનેને સારી રીતે મિક્ કરીને ચહેરાથી હાથ અને પગ સુધી લગાવો. અડધો કલાક સુકાવા દો. ત્વચાને મુલાયમ બનાવવાની સાથે વૃદ્ધત્વના સંકેતો અને સમસ્યાઓ પણ દૂર થઈ જશે.

મસાજ કરો

જ્યારે તમે ચહેરા પર મસાજ કરો છો, ત્યારે બેજાન અને શુષ્ક ત્વચા ફરીથી જીવંત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા નારિયેળ, ઓલિવ અથવા બદામના તેલથી ચહેરા અને હાથ-પગની માલિશ કરો. આમ કરવાથી રક્ત પરિભ્રમણ પણ વધશે, ત્વચાની નિસ્તેજતા દૂર થશે. ત્વચામાં નમી જળવાઈ રહેવાથી ત્વચા કોમળ રહેશે.

મોશ્ચરાઇઝ કરો

મસાજની સાથે, ચહેરા અને હાથ અને પગને મોઇશ્ચરાઇઝ કરો. રાત્રે સૂતા પહેલા અને ન્હાયા પછી સારી ગુણવત્તાનું મોઈશ્ચરાઈઝર લગાવો.

સ્ક્રબ છે જરૂરી

શિયાળામાં લોકો ઘણીવાર ત્વચાની સ્વચ્છતાને અવગણતા હોય છે. તેનું કારણ ઠંડા પાણીને સ્પર્શવાનું ટાળવાનું છે. ત્વચાને સાફ ન કરવાને કારણે મૃત કોષો એકઠા થાય છે. જેના કારણે ત્વચા શુષ્ક અને વધુ શુષ્ક થતી જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર સ્ક્રબ કરો. એક ચમચી ખાંડમાં અડધી ચમચી મધ મિક્સ કરો. તેને ચહેરા અને હાથ પર લગાવો અને બે મિનિટ સુધી ઘસો. જેનાથી મૃત કોષો દૂર કરવામાં તમને મદદ મળશે.

નખની રાખો સંભાળ

હાથ અને નખને સ્વસ્થ રાખવા માટે વિટામિન ઈના તેલથી નિયમિત માલિશ કરો. શિયાળામાં મોજા પહેરવાનું ભૂલશો નહીં. તેનાથી હાથ શુષ્ક થશે નહીં.

English summary
skin care tips for winter in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X