છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25467 નવા કેસ આવ્યા સામે, સક્રિય કેસોમાં પણ મોટો ઘટાડો

કોરોના વાયરસના દૈનિક કેસોમાં ફરીથી એક વાર ઘટાડો દેખાયો છે અને નવા કેસ 30 હજારથી ઓછા રેકૉર્ડ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ કોરોના વાયરસના દૈનિક કેસોમાં ફરીથી એક વાર ઘટાડો દેખાયો છે અને નવા કેસ 30 હજારથી ઓછા રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયે મંગળવારે નવા આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 25467 નવા કેસ મળ્યા છે જ્યારે 354 દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત 39486 દર્દી રિકવર પણ થયા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 3,24,74,773 અને રિકવર દર્દીઓની સંખ્યા3,17,20,112 થઈ ગઈ છે.

corona

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે સક્રિય કેસ ઘટીને હવે 3,19,551 બચ્યા છે. વળી, દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠલ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ 58,89,97,805 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જેમાંથી 63,85,298 ડોઝ છેલ્લા 24 કલાકની અંદર આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના વાયરસના કુલ કેસોમાંથી સક્રિય કેસ હવે માત્ર 0.98 ટકા જ છે. વળી, કોરોના વાયરના દર્દીઓનો રિકવરી રેટ વધીને 97.68 ટકા થઈ ગયો છે.

ઑક્ટોબરમાં આવી શકે છે મહામારીની ત્રીજા લહેર

તમને જણાવી દઈએ કે કોરોનાના ઘટી રહેલા કેસો વચ્ચે મહામારીની ત્રીજી લહેરને લઈને પણ એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ બનેલી વિશેષજ્ઞોની એક કમિટીએ પીએમઓને સોંપેલા પોતાના રિપોર્ટમાં સપ્ટેમ્બરથી ઑક્ટોબર વચ્ચે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. આ પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ત્રીજી લહેરમાં રોજ સંક્રમણના 4થી 5 લાખ નવા કેસ સામે આવી શકે છે અને ઑક્ટોબરમાં આ લહેર પોતાના પીક પર હશે. આ સાથે જ આ રિપોર્ટમાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X