For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 કરોડની સેલેરી સાથે રહેવા-જમવાનુ ફ્રી, પરંતુ શરતો જાણીને માથુ ભમી જશે

By Desk
|
Google Oneindia Gujarati News

Job offering 2 crore salary: સારી નોકરી મેળવવા માટે લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આપણા દેશમાં બેરોજગારી એટલી બધી છે કે લોકો યોગ્ય નોકરી માટે ગમે ત્યાં જવા તૈયાર થઈ જાય છે. એક એવી નોકરી છે જેના માટે કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે.

ચાઈના મોર્નિંગ પોસ્ટમાં જણાવ્યા મુજબ ચીનમાં ઓફર કરવામાં આવી રહેલી આ જૉબ ખૂબ જ વિચિત્ર છે. અહીં શાંઘાઈમાં રહેતી એક મહિલા અંગત આયાની શોધમાં છે. આ માટે મહિલા દર મહિને તગડી રકમ ચૂકવવા પણ તૈયાર છે. પરંતુ આ કાર્ય એટલું સરળ નથી. આવો અમે તમને જણાવીએ કે એક મહિલા કેવા પ્રકારની પર્સનલ નેની શોધી રહી છે.

weird job

Gujarat Weather: ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં યલો એલર્ટ, વરસાદની કોઈ સંભાવના નહિGujarat Weather: ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત, અમદાવાદમાં યલો એલર્ટ, વરસાદની કોઈ સંભાવના નહિ

વાસ્તવમાં, મહિલા પોતાના માટે જે અંગત આયા શોધી રહી છે, તેણે 24 કલાક તેની નાની-મોટી બાબતોનુ ધ્યાન રાખવુ પડશે. જો કે, આ મહિલા પાસે પહેલેથી જ બે નોકરાણી છે. તો પછી સ્ત્રીને બીજી શી જરૂર પડી?

તમને જણાવી દઈએ કે જે રીતે કોઈ કંપનીમાં કામ કરવા માટે અને કોઈ નંબર પર સંપર્ક કરવા માટે કર્મચારીઓની યોગ્યતા તપાસવા માટે અરજી આપવામાં આવે છે, તેવી જ રીતે મહિલાની આયાની શોધ માટે જાહેરાત આપવામાં આવી છે. આ અંતર્ગત નેનીને દર મહિને 16,44,423.25 રૂપિયા એટલે કે વાર્ષિક 1.97 કરોડ રૂપિયા આપવામાં આવશે.

Weather Update: દિલ્લીમાં પારો 46ને પાર, લૂ માટે એલર્ટ, દેશમાં આ સ્થળોએ વરસાદની સંભાવનાWeather Update: દિલ્લીમાં પારો 46ને પાર, લૂ માટે એલર્ટ, દેશમાં આ સ્થળોએ વરસાદની સંભાવના

મહિલા જે આયાને શોધી રહી છે તે 12માં ધોરણથી વધુ ભણેલી હોવી જોઈએ. આ સાથે તેનુ વજન પણ 55 કિલોથી ઓછુ હોવુ જોઈએ. નૈની 165 સેમી ઉંચી હોવી જોઈએ. તેને ડાન્સ અને ગાવાનુ પણ આવડવુ જોઈએ અને દેખાવમાં પણ તે એકદમ સ્વચ્છ હોવુ જરૂરી છે.

જે મહિલા આયાની શોધમાં છે તેની પાસે પહેલેથી જ બે નોકરાણી છે. આ નોકરાણીઓ મહિલા માટે 12-12 કલાક કામ કરે છે. બંનેને સરખો પગાર મળી રહ્યો છે. પરંતુ મહિલા બીજી નૈનીની શોધમાં છે. મહિલાને એવી આયાની જરૂર છે જેનામાં બિલકુલ સ્વાભિમાન ન હોય. તેણે મહિલાના જૂતા કાઢવા અને પહેરાવા જેવા કામ પણ કરવાના છે. આ સાથે મહિલા જ્યારે જમવાનુ માંગે ત્યારે તેને આપવુ પડશે. બધુ એ મહિલાના કહેવા પર જ કરવાનુ છે.

English summary
2 crores salary, accommodation and food free in this job but conditions are weird.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X