67 વર્ષની કન્યા અને 29 વર્ષનો વર, જાણો કેમ ભારતભરમાં ચર્ચામાં છે આ લગ્ન?
કહેવાય છે કે સમય સાથે કેટલીક એવી ઘટનાઓ ઘટે છે જે ઉંડા ઘાવ છોડીને જાય છે અને વ્યક્તિની પુરી જિંદગી બદલી દે છે. આજે આપણે આવી જ એક વાત કરવા જઈ રહ્યા છીએ.
કેટલીક કહાનીઓ એવી હોય છે જેના પર પહેલી વખત સાંભળવામાં વિશ્વાસ ન આવે. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે પણ કઈંક આવી જ છે.

આ કહાની એક 29 વર્ષની ઉંમરે 67 વર્ષની મહિલા સાથે બીજી વાર લગ્ન કરી રહેલા એક પુરૂષની છે. આ કહાની જેટલી ચૌકાવનારી છે એટલી જ અજીબ પણ છે.
આ લગ્નની સૌથી આશ્ચર્યની વાત એ છે કે પરિવારના તમામ સભ્યો તેમાં ભાગ લેશે. આમાં બાળકો અને પૌત્રો પણ સામેલ છે. આ ઘટના ઉત્તર પ્રદેશના આઝમગઢની છે.
આ કહાનીમાં જે પુરૂષ છે તેનું નામ લાલ બિહારી છે અને ક્યારેક સરકારે તેને મૃત જાહેર કરી દીધો હતો. તેને પોતાના અસ્તિત્વ માટે વર્ષો સુધી લડાઈ લડવી પડી.
પ્રશાસને તેન 30 જુલાઈ 1776 થી 30 જૂન 1994 સુધી મૃત જાહેર કર્યા હતા. આ પછી તેણે લાંબી લડાઈ લડી. આ તેમના અસ્તિત્વની લડાઈ હતી. પછીવહીવટીતંત્રે તેને જીવિત જાહેર કર્યા. આ પછી તેમના મૃત્યુની ફાઈલ ગાયબ થઈ ગઈ. લાલ બિહારીની કહાની પર એક ફિલ્મ પણ બની છે.
હવે લાલ બિહારી 69 વર્ષના છે પરંતુ તેઓ પોતાની ઉંમરને વહીવટી કાગળો સાથે જોડી રહ્યા છે. લાલ બિહારીએ તેમની ઉંમર 29 વર્ષ જણાવી છે. હવે તે તેની પત્ની સાથે ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમની પત્નીની ઉંમર 67 વર્ષ છે. લાલ બિહારીના લગ્નને લઈને ચર્ચા ફરીથી શરૂ થઈ છે.












Click it and Unblock the Notifications
