Video : વરસતા વરસાદમાં ઈન્દોરના રસ્તા પર રોમેન્ટિક ડાન્સ કરતુ કપલ કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો

આ દિવસોમાં ઈન્ટરનેટ પર પ્રેમીઓની ખુબ ચર્ચા છે. ક્યારેક દિલ્હીની મેટ્રોમાં કોઈ ખુણો શોધીને રોમાન્સ કરતા કપલ તો ક્યારેક બીજી કોઈ જગ્યાએ ઈશ્ક ફરમાવતા કપલ કેમેરામાં કેદ થાય છે. આવી જ એક ઘટના ઈન્દોરની સડક વરસતા વરસાદમાં જોવા મળી હતી.

મધ્યપ્રદેશમાં હવામાનના પલટા સાથે આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઇન્દોરમાં લોકો વાતાવરણનો આનંદ માણતા જોવા મળે છે. આ વાતાવરણ વચ્ચે ઇન્દોરનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર આગની વાયરલ થઈ રહ્યો છે.

dance

વાયરલ વીડિયોમાં એક કપલ ઈન્દોરની સડકો પર વરસતા વરસાદમાં રસ્તા પર રોમેન્ટિત ડાન્સ કરતુ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન વિડિયોના બેકગ્રાઉન્ડમાં તુ હૈ તો મુઝે ઔર ક્યા ચાહિયે સોંગ વાગી રહ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કપલ આસપાસથી રસ્તા પણ ઘણા વાહનો પસાર થઈ રહ્યા છે. આ કપલ વાહનોની પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં મસ્ત છે. કોઈએ વીડિયો બનાવીને પોસ્ટ કરતા હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વરસતા વરસાદનો આનંદ લેતા આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ કપલના ડાન્સ મૂવના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ રોમેન્ટિક ડાન્સ માટે કપલને ટ્રોલ કરી રહ્યા છે.

25 જૂને ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, મૌસમ-એ-ઈશ્ક હૈ તુ એક કહાની બન કે આ, મેરે રૂહ કો ભીગો દેને જો તુ વો પાની બન કે આ. કપલનો આ ડાન્સ હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X