આકાશમાં ઉડે છે ફાઈવ સ્ટાર લક્ઝરી હોટલ, મળે છે જીમ અને સ્વિમિંગ પુલ જેવી તમામ સુવિધાઓ
દુનિયાના વિવિધ દેશોમાં અલગ-અલગ થીમ પર બનેલી ઘણી હોટેલો તમે જોઈ હશે. જો કે આજે આપણે જે હોટલની વાત કરવા જઈ રહ્યા છીએ તે આ તમામ હોટલોથી અલગ છે.
વિચારો કે કોઈ એવી હોટલ હોય જે આકાશમાં ઉડતી હોય તો? આ વાત વિચારવામાં અજીબ લાગે પણ સત્ય છે. આજે એવી જ એક હોટલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં લોકોને વાદળોની વચ્ચે રાત વિતાવવાનો મોકો મળશે.

હકિકતમાં આ એક સ્કાય ક્રૂઝ હશે, જે આકાશમાં ઉડતુ રહેશે. તેમાં જમીન પર 7 અને 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @Rainmaker1973 નામના યુઝરે આ ખાસ હોટલ વિશે માહિતી આપી છે.
આ પોસ્ટમાં તેણે કહ્યું કે, આ એક મોટી ન્યુક્લિયર પાવર્ડ ફ્લાઈંગ હોટલ છે, તે પૃથ્વી પર નહીં પરંતુ આકાશમાં ઉડશે. જણાવી દઈએ કે ન્યુક્લિયર પાવર્ડ એટલે કે આ હોટલ ગેસ કે ડીઝલ-પેટ્રોલ પર નહીં પરંતુ એટમ ફ્યુઅલ પર ચાલશે.
આ હોટલની અન્ય વિશેષતાઓની વાત કરીએ તો તેમાં લગભગ 5 હજાર લોકો રહી શકશે. આ ભવ્ય હોટલમાં જિમ, સ્વિમિંગ પૂલ, ગેમ ઝોન અને કોન્ફરન્સ હોલ પણ હશે.
Sky Cruise is a concept for a nuclear-powered sky hotel.
— Massimo (@Rainmaker1973) December 5, 2023
This video rendering shows the aircraft designed to fly with 20 electric engines, housing over 5,000 guests in nearly nonstop flight.
[📹 Hashem Al-Ghaili]pic.twitter.com/8RrxxtfxYc
આ ફ્લાઈંગ હોટલમાં 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હશે. જેમાં શોપિંગ મોલ સાથે રેસ્ટોરન્ટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, બાળકો માટે પ્લે ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત આ હોટલમાં કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવશે.
આ હોટલની ખાસ વાત એ છે કે તેનું સમારકામ અને જાળવણી હવામાં જ થઈ શકશે. જણાવી દઈએ કે આ હોટલ પેટ્રોલ, ડીઝલ કે ગેસ પર નહીં પરંતુ એટમ ફ્યુઅલ પર ચાલશે.












Click it and Unblock the Notifications
