ત્રણ પુરુષો સાથેના સંબંધમાં બની 5 બાળકોની માતા, કોણ કોનો પિતા?
ફિલ્મ કુછ કુછ હોતા હૈ માં શાહરુખ ખાનનો એક ડાયલોગ છે. જેમાં શાહરુખ ખાન કહે છે કે, પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે, અને લગ્ન પણ એક જ વાર થાય છે. જોકે, વર્તમાન સમયમાં આ વાત ખોટી છે. કારણ કે, સોશિયલ મીડિયાના આ જમાનામાં એક છોડીને બીજાનો હાથ પકડી લે છે. આ સાથે લોકોનું દિલ ગમે ત્યાં આવી જાય છે, અને બીજુ આવતા પહેલાને ભૂલી જાય છે.
આ સાથે ઘણા લોકો એક કરતા વધારે લગ્ન કરતા જોવા મળે છે. આજે અમે જે મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેના એક નહીં, પરંતુ ત્રણ પુરુષો સાથે સંબંધ હતા અને તેણે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ આ તેની સમસ્યા નથી.

પાંચ બાળકોની માતા રેબેકા બારને લોકો પાસેથી ઘણા ટોણા સાંભળવા પડે છે. લોકો તેને અલગ-અલગ લોકોથી સંતાન થવા બદલ ટોણો મારતા હતા, પણ રેબેકા આ બધાની પરવા કરતી નથી.
ચાલીસ વર્ષની રેબેકા એમેલિયા, બ્રુક, રિલે, લ્યુસિયાનો, અને એવિઆનાની માતા છે. તે તેના તમામ બાળકોને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ આ પાંચ બાળકોના ત્રણ પિતા છે. આ કારણે રેબેકાને લોકોના ઘણા મેણા સાંભળવા મળે છે.
રેબેકા વ્યવસાયે બિઝનેસ કોચ છે. તેમણે વીસ વર્ષની ઉંમરે તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યો હતો. તેણીએ ત્રીસ વર્ષની ઉંમરે બીજા બાળકને અને ચાલીસ વર્ષની ઉંમરે પાંચમા બાળકને જન્મ આપ્યો હતો. આ પાંચ બાળકોના ત્રણ અલગ-અલગ પિતા છે.
આ કારણે કેટલાક લોકો રેબેકાને ખૂબ ટોણા મારતા હોય છે. ઘણા લોકો કહે છે કે, રેબેકા પૈસાવાળા માણસો સાથે છે, પરંતુ રેબેકાએ તે બધાને ખોટા સાબિત કર્યા હતા. આજે રેબેકા આ પાંચ બાળકોને એકલા હાથે ઉછેરી રહી છે
આજે રેબેકા એક કોચિંગ કંપની ચલાવી રહી છે. રેબેકાની ફર્મનું નામ ફિમેલપ્રેન્યોર કોચ છે. લંડનના કિંગ્સ્ટનમાં રહેતી રેબેકા કહે છે કે, મારા પાંચ બાળકોના ત્રણ પિતા છે, પરંતુ તેમાં શરમાવા જેવું કંઈ નથી.
તેણી દરેકને પ્રેમ કરતી હતી અને પાંચેય તેના પ્રેમની નિશાની છે. ભલે લોકો તેને પૈસાનો લોભી કહે છે, પરંતુ તે એકલા હાથે પોતાના બાળકોનો ઉછેર કરી રહી છે.
તેની પાસે પૈસાની કોઈ કમી નથી. એવું નથી કે તેના એક્સ પાર્ટનર સાથે ખરાબ સંબંધ છે. બધા તેના સારા મિત્રો છે. તેમજ તેના બાળકો સાથે પણ તેના સંબંધો સારા છે. પરંતુ તે પૈસાથી કોઈની મદદ લેતી નથી. તે એકલા બાળકો માટે પૂરતું છે.












Click it and Unblock the Notifications
