બાઈક પર પકોડી વેચે છે 'બીટેક પાની પૂરીવાલી', જાણો સ્ટૉલમાં ગ્રાહકો માટે શું છે ખાસ?
21 વર્ષની બી.ટેક ગ્રેજ્યુએટ છોકરી ચર્ચામાં છે, જેણે તાજેતરમાં જ સ્ટ્રીટ ફૂડનો બિઝનેસ શરૂ કર્યો છે. આ યુવતી પાણીપુરી વેચે છે અને તેની દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે.

ભારતમાં તમે રસ્તાઓ પર ઘણા બધા સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ પણ જોયા હશે. તમને આમાંના ઘણા લોકોનુ સ્ટ્રીટ ફૂડ ભાવતુ પણ હશે. ઘણા લોકો તેમની નોકરીથી એટલા કંટાળી ગયા છે કે તેઓ સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય શરૂ કરી દે છે. ભૂતકાળમાં પણ ઘણા સુશિક્ષિત લોકોએ સ્ટ્રીટ ફૂડનો ધંધો શરૂ કર્યો હતો. આ ક્રમમાં 21 વર્ષની બી.ટેક ગ્રેજ્યુએટ છોકરી ચર્ચામાં છે, જેણે તાજેતરમાં જ સ્ટ્રીટ ફૂડનો બિઝનેસ શરૂ કર્યો છે. આ યુવતી પાણીપુરી વેચે છે અને તેની દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે.

પાણીપૂરી વેચે છે 21 વર્ષની તાપસી
તાપસી ઉપાધ્યાય નામની છોકરી તેના ગ્રાહકોને સુઘડ અને સ્વચ્છ પાણીપૂરી પીરસે છે. પશ્ચિમ દિલ્લીમાં તાપસીનો સ્ટૉલ ડીપ ફ્રાઈડ નહીં પણ એર ફ્રાઈડ પાણીપૂરી વેચે છે. 21 વર્ષની તાપસી કહે છે કે હવે તે આગામી દિવસોમાં તેના સ્ટૉલમાં વધુ ખાદ્ય પદાર્થો રાખવાનુ વિચારી રહી છે.
વાયરલ થઈ રહ્યો છે તાપસીનો વીડિયો
હાલમાં @are_you_hungry007 નામના પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ એર ફ્રાયડ પાણીપુરીઓનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને તે વાયરલ થયો હતો. આ ક્લિપને 3 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તાપસી તેના સ્ટૉલ સુધી પહોંચવા માટે બાઇક ચલાવે છે.

ઈકોફ્રેન્ડલી કન્ટેઈનરમાં વેચે છે પાણીપૂરી
તાપસી કહે છે કે ઘણા લોકો મને કહે છે કે હું બીટેક ગ્રેજ્યુએટ છુ અને મારે રસ્તા પર આવી પાણીપુરી ન વેચવી જોઈએ. હું એક સ્ત્રી છુ માટે મારે ઘરે જઈને કામ કરવુ જોઈએ. પણ મે કોઈની તરફ ધ્યાન આપ્યું નહિ. આ પછી તે વીડિયોગ્રાફરને કહે છે કે તેની તમામ પુરીઓ એરફ્રાયરમાં તૈયાર કરવામાં આવી છે. આ પછી તે તેના ઇકો ફ્રેન્ડલી કન્ટેનર પણ બતાવે છે.

લોકોએ આપ્યા આ રિએક્શન
બીટેક ગ્રેજ્યુએટ પાણીપુરી વાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો કહે છે કે આ બધી ક્વૉલિટી સાથે તેણે કોઈ મોટી જગ્યા પર કામ કરવુ જોઈએ. કારણ કે તેઓ એક મહાન કામ કરી રહી છે. એક યુઝરે લખ્યુ કે કોઈનુ અપમાન નથી પરંતુ ડિગ્રી તમને સારી નોકરીની ગેરંટી નથી આપતી. અને દરેક જણ આ 9-5 કામ કરી શકતુ નથી. એ જોઈને આનંદ થયો કે તેમણે બધુ જ પોતાની રીતે શરૂ કર્યુ. તેને શુભેચ્છાઓ.

આ મહિલાને સલામ
અન્ય યુઝરે કહ્યુ કે તે સલામ કરે છે. તે આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે બધુ જ કરી રહી છે. લોકો શું કહેશે તે વિચારવાનુ બંધ કરો. તે સારી રીતે જાણે છે કે ગ્રાહકોને કેવી રીતે સેવા આપવી. જેમાં એકે કહ્યુ કે શું થઈ રહ્યુ છે? આટલુ સારુ શિક્ષણ મેળવ્યા પછી લોકો આ સ્ટૉલ કેમ લગાવવાનુ શરૂ કરે છે? બી ટેક પૂર્ણ કર્યા પછી, સ્ટ્રીટ ફૂડ વેચવાને બદલે, ટેકનોલૉજી અને નવીનતા વિશે વિચારો. મને લાગે છે કે તે શિક્ષણનો બગાડ છે.












Click it and Unblock the Notifications
