મહિલાએ છીંક ખાધી તો 12 વર્ષ જૂની વીંટી નાકમાંથી નીકળી
દુનિયામાં ઘણી ઘટનાઓ એટલી અજબ-ગજબ હોય છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે. બ્રિટનમાં આવી જ એક ઘટના થઇ છે.
દુનિયામાં ઘણી ઘટનાઓ એટલી અજબ-ગજબ હોય છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે. બ્રિટનમાં આવી જ એક ઘટના થઇ છે. યુકેમાં મહિલાની છીંક સાથે કંઈક એવી વસ્તુ બહાર આવી, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઇ ગયા છે. 12 વર્ષ પહેલા જે વીંટી ખોવાઈ ગઈ હતી તે વર્ષો સુધી તેમના નાકમાં ફસાયેલી રહી અને 12 વર્ષ પછી અચાનક છીંક સાથે તેમના નાકમાંથી બહાર નીકળી ગઈ. મહિલાને જેવી જ છીંક આવી તો તેના નાકમાંથી ખોવાયેલી વીંટી બહાર નીકળી.
આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

છીંક સાથે નીકળી 12 વર્ષ જૂની વીંટી
યુનાઈટેડ કિંગડમની નિવાસી અબિગેલ થૉમ્પસન સાથે વિચિત્ર ઘટના થઇ. અબિગેલએ જેવી જ છીંક ખાધી તેના નાકમાંથી કંઈક વસ્તુ બહાર આવી જમીન પર પડી ગઈ. જ્યારે તેણે હાથમાં ઉઠાવી જોયું, ત્યારે તે આશ્ચર્ય પામી. તે તેની જ વીંટી હતી જે 12 વર્ષ પહેલા ખોવાઇ ગઈ હતી. અબિગેલને તે વીંટી 8 માં જન્મદિવસ પર તેની માતાએ આપી હતી, પરંતુ એક દિવસ તે વીંટી અચાનક ખોવાઈ ગઈ. તેણે વિચાર્યું કે વીંટી ચોરી થઈ ગઈ છે. આ ઘટનાના 12 વર્ષ થઇ ગયા. થોડા દિવસ પહેલા તેને નાકમાં ચમકતું જોવા મળ્યું હતું. જેવી તેને જોરથી છીંક ખાધી, તો વીંટી બહાર નીકળી આવી.

12 વર્ષ સુધી નાકમાં ફસાઈ રહી વીંટી
મેટ્રો યુકેની રિપોર્ટ અનુસાર અબીગેલે કહ્યું હતું કે તે વીંટી તેની માતાએ આપી હતી. તે વીંટી તેના નાકમાં ફસાયેલી હતી. 20 વર્ષની અબીગેલ એક દિવસ સોફા પર બેઠી હતી. તેને સતત છીંક આવતી હતી. તેણે તેના નાકને કપડાથી સાફ કર્યું અને તેના નાકની અંદર જોઈને તે આશ્ચર્યચકિત થઇ ગઈ. નાકની અંદર કંઈક ચમકતું હતું. જ્યારે તેને જોરથી છીંક ખાધી ત્યારે, તેના નાકમાંથી વીંટી બહાર આવી. તે રિંગ જોઈને તેને આશ્ચર્ય થયું, કારણ કે તે એ જ રિંગ હતી જે 12 વર્ષ પહેલા ખોવાઇ ગઈ હતી. આશ્ચર્યજનક વાતએ છે કે આ સમય દરમિયાન તેના નાકમાં કોઈ સમસ્યા નથી આવી.

કોઈ સમસ્યા નથી થઇ
અબીગેલ વેસ્ટ યોર્કશાયરમાં વ્યવસાયથી બ્યુટી થેરેપીસ્ટ છે. તેણે કહ્યું કે હું એ કોઈ દિવસ વિચાર્યું પણ ન હતું કે વીંટી નાકમાં ફસાયેલી છે. મને 12 વર્ષમાં કઈ પણ ફસાયેલું હોય એવું લાગ્યું જ નથી. ક્યારેય શ્વાસ લેવામાં કોઈ તખલીફ નથી થઇ. ક્યારેય ડૉક્ટર પાસે જવું પડ્યું નથી. તેમ છતાં તે તેની જૂની વીંટી મળવા પર ખૂબ જ ખુશ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
