સાવધાન.. મોબાઈલ કવરમાં રૂપિયા રાખો છો તો થઈ શકે છે મોટુ નુકસાન, જાણો કેવી રીતે?
તમે ઘણા લોકોને જોયા હશે કે તે ઈમરજન્સી ઉપયોગ માટે મોબાઈલ કવરમાં રૂપિયા રાખે છે. લોકો મોબાઈલ ફોન પાછળ થોડા રૂપિયા રાખતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આમ કરવુ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે.
ઈમરજન્સી ઉપયોગ માટે રાખેલા આ રૂપિયા ક્યારેક તમારો જીવ પણ લઈ શકે છે. લોકોને એ વાતનો અંદાજ નથી કે આ કેટલુ ખતરનાક છે. આ નોટે કારણે તમારો જીવ પણ જઈ શકે છે.

જ્યારે ફોનનો વધુ ઉપયોગ થાય છે ત્યારે તે ગરમ થઈ જાય છે. ફોન ગરમ થતાની સાથે જ ફોનની પાછળની બાજુથી રિલિઝ થાય છે. આ સ્થિતિમાં જો તમે તમારા ફોનના કવરની પાછળ નોટ રાખી હશે તો ફોનની ગરમી બહાર નીકળી શકતી નથી અને તેના કારણે તે બ્લાસ્ટ થઈ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતોનું કહેવું છે કે ફોનમાં ટાઈટ કવરનો ઉપયોગ ન કરો. તેનાથી ફોન બ્લાસ્ટ થઈ શકે છે.
આ સિવાય નોટ કાગળની બનેલી હોય છે અને તેમાં ઘણા કેમિકલ વપરાય છે. જ્યારે ફોન ગરમ થાય છે અને નોટને કારણે તે આગ પકડી શકે છે. નોટમાં રહેલા કેમિકલને કારણે આ આગ વધુ વધી શકે છે. આ સ્થિતિમાં ભૂલથી પણ ફોનના કવરની પાછળ કોઈપણ પ્રકારની નોટ ન રાખો. જો કવર ટાઇટ હશે તો ફોન બ્લાસ્ટ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
