કચરામાં મળેલી 62 વર્ષ જૂની પાસબુકે ચિલીના યુવકની રાતોરાત કિસ્મત બદલી દીધી, જાણો શું છે પુરી કહાની?
ચિલીના એક યુવકની જિંદગી ત્યારે બદલાઈ ગઈ જ્યારે તેને ઘરના કચરામાંથી તેના પિતાની 62 વર્ષ જૂની બેંક પાસબુક મળી.
આ સામાન્ય દેખાતો કાગળ એક્ઝેક્વિયલ હિનોજોસા નામના આ યુવક માટે ખજાનો સાબિત થયો અને રાતોરાત કરોડપતિ બનાવી દીધો. આ વાત એટલી અજીબો-ગરીબ છે કે તે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય.

એક્ઝેક્વિયલ હિનોજોસા ઘરની સફાઈ કરી રહ્યો હતો ત્યારે તેને જૂના કાગળોમાં એક બેંક પાસબુક મળી. આ પાસબુક તેના પિતાના નામે હતી, જે 1960-70ના દાયકામાં બનાવવામાં આવી હતી.
તેના પિતાએ ઘર ખરીદવાના સપના સાથે લગભગ 1.4 લાખ રૂપિયા (તે સમયના હિસાબે) જમા કર્યા હતા. પરંતુ પિતાના મૃત્યુ બાદ આ ખાતાની જાણકારી કોઈને ન હતી અને આ પાસબુક વર્ષો સુધી બોક્સમાં બંધ પડી રહી.
શરૂઆતમાં હિનોજોસાને લાગ્યું કે આ પાસબુકનું કોઈ મૂલ્ય નથી, કારણ કે બેંક બંધ થઈ ગઈ હતી. પરંતુ પાસબુક પર લખેલા સ્ટેટ ગેરંટી શબ્દોએ તેનું ધ્યાન ખેંચ્યું.
આનો અર્થ હતો કે જો બેંક નિષ્ફળ જાય તો સરકાર પૈસા પરત કરવા માટે જવાબદાર છે. આ આશાના કિરણે હિનોજોસાને આગળ વધવા પ્રેર્યો.
પૈસા મેળવવા માટે હિનોજોસાએ સરકાર સામે કાનૂની લડાઈ લડવી પડી. શરૂઆતમાં સરકારે ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો પરંતુ હિનોજોસાએ હાર ન માની. ઘણી કોર્ટની સુનાવણી અને અપીલો બાદ આખરે ચિલીની સુપ્રીમ કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો.
કોર્ટે સરકારને 62 વર્ષના વ્યાજ સાથે પૈસા પરત કરવાનો આદેશ આપ્યો. પરિણામે હિનોજોસાને 1.2 મિલિયન ડોલર (લગભગ 10.27 કરોડ રૂપિયા) મળ્યા અને રાતોરાત કરોડપતિ બનાવી દીધો.
આ અદ્ભુત ઘટના દર્શાવે છે કે જીવનમાં ક્યારેક સામાન્ય દેખાતી વસ્તુઓ પણ અણધારી રીતે મોટો ફેરફાર લાવી શકે છે. હિનોજોસાની મહેનત અને હિંમતે તેના પિતાના સપનાને સાકાર કર્યું.












Click it and Unblock the Notifications
