બાળકીને બાઈક પર બાંધીને સ્કુલ લઇ ગયો બાપ, જાણો કારણ...

બાળકી સ્કુલ નહીં જવાની જીદ કરવા લાગી ત્યારે આ પિતાએ તેને સ્કુટર પાછળ બાંધીને સ્કુલ મૂકી આવ્યો.

એવું ઘણીવાર જોવા મળે છે જયારે નાના બાળકો સ્કુલ જવાની ના પાડે છે. પરંતુ માતાપિતા તેને ચોકલેટ અથવા બીજી કોઈ લાલચ આપીને સ્કુલ મોકલી આપે છે. પરંતુ તેમ છતાં પણ કોઈ બાળક સ્કુલ નહીં જાય તો તેના માટે શુ કરવું જોઈએ? માતાપિતા તેમના બાળકને સ્કુલ મોકલવા માટે ગમે તે કરે પરંતુ એવું તો ક્યારેય નહીં કરે જે ચીનના એક પિતાએ કર્યું છે. આ પિતાની હરકત જોઈને બધા જ હેરાન થઇ ગયા. બાળકી સ્કુલ નહીં જવાની જીદ કરવા લાગી ત્યારે આ પિતાએ તેને સ્કુટર પાછળ બાંધીને સ્કુલ મૂકી આવ્યો.

china

વીડિયો વાયરલ થયા પછી બધા જ હેરાન છે. વીડિયોમાં બાળકી રડી રહી છે તે સાફ દેખાય છે. બાળકીનું શરીર બંધાયેલું છે અને તેનો પિતા બાઈક ચલાવી રહ્યો છે. બાળકીનું અડધું શરીર બાઈક પર ટકેલું છે, જયારે અડધું શરીર બહાર લટકી રહ્યું છે.

આ વીડિયો ચીનના ગ્વાન્ગડોગ રાજ્યના યુનફૂમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે પણ આ વીડિયો જોઈ રહ્યું છે તે આવા પિતાની આલોચના કરી રહ્યું છે. સૌથી વધુ હેરાન કરતી બાબત છે કે પોલીસે તે વ્યક્તિની હજુ સુધી ધરપકડ નથી કરી.

વીડિયો વાયરલ થયા પછી પોલીસ તે વ્યક્તિ સુધી પહોંચી. પરંતુ પોલીસે તેને ચેતવણી આપીને છોડી દીધો. ચીની મીડિયામાં આવી રહેલી ખબરો અનુસાર થોડા દિવસ પહેલા એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પ્રેગેન્ટ મહિલાએ નાના બાળકને સબક શીખવવા માટે જાણી જોઈને તેને ફેંકી દીધો. ત્યારપછી બાળક ઘાયલ થઇ ગયું અને તેને 2 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. તે મહિલાએ બાળકના પરિવાર પાસે માફી પણ માંગી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X