For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ 10 રહસ્યોની સચ્ચાઇ હજી સુધી બહાર નથી આવી

|
Google Oneindia Gujarati News

તમે દુનિયામાં થયેલી તેવી અનેક અજીબો ગરીબ વાતો વિષે જાણતા હસો જે, જે-તે જગ્યા સિવાય બીજી ક્યાંક જોવા નથી મળતી. અને તે એટલી અદ્ધભૂત અને વિસ્મયકારી હોય છે કે તેને સમજવું મુશ્કેલ થઇ જાય છે. જેમ કે એક ડોલ ટાપુ છે જ્યાં મોટી સંખ્યામાં ઢંગલીઓને લગાવામાં આવે છે માનવામાં આવે છે કે એક છોકરી આ ટાપુ પર મરી ગઇ હતી. જે બાદ આ ટાપુના કેરટેકરને આ છોકરી સતાવા લાગી અને તે છોકરીને ખુશ કરવા માટે રોજ તે અહીં અલગ અલગ પ્રકારની ઢંગલીઓ લગાવા લાગ્યા. પણ તેમ છતાં આજે પણ અંધારામાં જ્યારે આ ટાપુ પર કોઇ જાય છે તો તેને અજાણ્યો પડછાયો દેખાય છે.

ત્યારે આવી જ કેટલીક અજીબો ગરીબ અને વિવિધતાથી ભરેલા આપણા ભારત દેશના પણ કેટલાક રહસ્યો છે જે દુનિયામાં બીજે ક્યાં નથી. અને તેના વિષે જાણીને લોકો આશ્ચર્યચક્તિ થઇ જાય છે. વળી આમાંથી કેટલાક કારણો તો વિજ્ઞાન સમજાવી શક્યું છે પણ બાકીના સવાલોનો જવાબ કોઇની પાસે નથી. ત્યારે આવા જ કેટલાક અજીબો ગરીબ રહસ્યો વિષે અમે તમને જણાવીશું આજે વાંચો આ આર્ટીકલ....

એક ગામ જ્યાં છે બધા જુડવા

એક ગામ જ્યાં છે બધા જુડવા

કેરલના કોડિન્હી ગામમાં ભારતના સૌથી વધુ જુડવા લોકો રહે છે. અહીં લગભગ 2000 પરિવાર રહે છે જેમને જોડિયા બાળકોને જ જન્મ આપ્યો છે. ત્યારે તેની પાછળ શું કારણ છે તેને શોધવા વિજ્ઞાન પણ મથામણ કરે છે.

અજ્ઞાત પુરુષ

અજ્ઞાત પુરુષ

નવ અજ્ઞાત પુરુષ, આ અશોકના સાશનકાળ વખતે આ નવ અજ્ઞાત પુરુષોને રહસ્યોને સાચવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમને પાસે એક જ્ઞાનનું પુસ્તક હતું. પણ તેમાંથી થોડીક વાતો લીક થઇ ગઇ.

જોધપુર ધમાકા

જોધપુર ધમાકા

18 ડિસેમ્બર 2012ના રોજ જોધપુરમાં અનેક લોકોએ એક ધમાકો સાંભળ્યો. પણ આજ દિવસ સુધી તે ભેદી અવાજ ક્યાંથી આવ્યો હતો તેનું રહસ્ય જાણી નથી શકાયું.

તાજ મહેલ

તાજ મહેલ

દિલ્હીના પ્રોફેસર પીએન ઓકના કહેવા મુજબ તાજ મહેલ એક શિવ મંદિર હતું જેને નામ હતું તેજૂ મહોલિયા. પણ આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે હજી સુધી કોઇ જાણી નથી શક્યું.

કુલધારા

કુલધારા

કુલધારા ગામની વસ્તી 500 વર્ષ પહેલા 1500 હતી પણ એક રાત અચાનક જ લોકો ક્યાંક જતા રહ્યા અને આજ સુધી કોઇ તે ગામને પાછું વસાવી નથી શક્યું.

મેગનેટિક હિલ

મેગનેટિક હિલ

દુનિયામાં આ એક માત્ર તેવી મેગનેટિક હિલ છે જે હિમાલયમાં આવી છે. લડ્ડાકની આ વાદીઓમાં જો તમે ગાડી ઊભી રાખશો તો તે પોતાની જાતે જ પાછી ખેંચાવા લાગશે. લોકો તેને હિમાલયનો જાદુ કહે છે પણ ખરેખર તે મેગનેટિક પાવરના લીધે થાય છે.

ભૂત બિલ્લી

ભૂત બિલ્લી

આનો આતંક થોડા સમય સુધી સમગ્ર પુનાની આસપાસ રહ્યો. લોકો આ કારણે રાતના ડરતા હતા. પણ આ ભૂતિયા બિલાડીની સચ્ચાઇ કોઇ નથી જાણી શક્યું. કહેવાય છે કે આ બિલાડીએ 45 કબૂતર અને એક ધેટાને ખાંધુ હતું અને તે કૂતરા અને નોળિયા જેવી દેખાતી હતી.

યુએફઓ બેઝ

યુએફઓ બેઝ

ભારત ચીન બોર્ડર પર યુએફઓ બેઝ બન્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં કોઇ સામાન્ય માણસ નથી જઇ શકતું.

શાંતિ દેવી

શાંતિ દેવી

શાંતિ દેવીનો જન્મ 1930માં દિલ્હીમાં થયો હતો. 4 વર્ષની ઉંમરે તે પોતાના માતા પિતાને પોતાના માં-બાપ નહતી માનતી. તેણે કહ્યું કે તેનું નામ લુગ્ડી છે. અને પાછલા જન્મમાં તે ડિલીવરી દરમિયાન મરી હતી. અને જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે આ વાત સાચી સાબિત થઇ.

English summary
Here are the 10 Mystery of India which are still a secret for us.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X