બે પત્નીઓ રાખવાવાળા ને થશે ફાયદો, સરકાર આપશે ઇનામ

Posted By:
Subscribe to Oneindia News

આપણા દેશમાં બે પત્નીઓ રાખવી ગુનો છે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં બે પત્નીઓ રાખવા પર તમને સરકાર તરફથી ઇનામ આપવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે દુનિયામાં એવા પણ ઘણા દેશ છે જ્યાં બે પત્નીઓ રાખવું સારું માનવામાં આવે છે. એવો જ એક દેશ છે સંયુક્ત અરબ અમીરાત. યુએઈ માં બે પત્નીઓ રાખવું સારું માનવામાં આવે છે. જેને પ્રોત્સાહન આપવામાં માટે સરકાર બે પત્ની રાખનારને ઇનામ આપે છે. જેમની બે પત્નીઓ હોય છે તેમને સરકાર વધારે માખણ ભથ્થું આપે છે.

બે પત્નીઓ રાખવા પર ઇનામ

બે પત્નીઓ રાખવા પર ઇનામ

ખલીઝ ટાઈમ્સ અનુસાર યુએઈ માં એવી છોકરીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે જેમના લગ્ન નથી થયા. આવી હાલતમાં યુએઈ સરકાર તેની સંખ્યા ઓછી કરવા માટે બે પત્નીઓ રાખવાનું પ્રોત્સાહન આપી રહી છે. સરકારે બીજા લગ્નને પ્રોત્સાહન આપવામાં માટે આ સ્કીમ ચલાવી છે. જેને હેઠળ બે પત્નીઓ રાખનારને સરકાર તરફથી વધારે ભથ્થું મળશે.

સરકારની અનોખી સ્કીમ

સરકારની અનોખી સ્કીમ

યુએઈ સરકાર તરફથી ઘોષણા કરવામાં આવી છે કે બે પત્ની રાખનાર બધા જ લોકોને શેખ જયાદ હાઉસિંગ કાર્યક્રમ હેઠળ મકાન ભથ્થું આપવામાં આવશે. આ વધારે ભથ્થું બીજી પત્ની માટે હશે. સરકાર ની સ્કીમ હેઠળ બે પત્ની ધરાવનાર ને બાકી લોકો કરતા વધારે ભથ્થું મળશે.

બે લગ્ન માટે પ્રોત્સાહન

બે લગ્ન માટે પ્રોત્સાહન

સરકારનું કહેવું છે કે તેમની આ યોજનાથી બે લગ્ન માટે પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં પરંતુ સરકારી ભથ્થાને કારણે લોકોને બીજી પત્ની રાખવામાં પણ સરળતા રહેશે. વધારે ભથ્થાને કારણે તેઓ બીજી પત્ની માટે પણ સારી વ્યવસ્થા કરી શકશે જે તેમને પહેલી પત્ની માટે કરી હતી. સરકારને આશા છે કે લોકો યોજના હેઠળ બે લગ્ન કરશે. આપણે જણાવી દઈએ કે યુએઈ માં અવિવાહિત મહિલાઓની સંખ્યા વધવાને કારણે દેશ પર આર્થિક બોજ વધી રહ્યો છે.

English summary
Emirati men with two wives will get housing allowance.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.