For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરીરમાંથી બદબુ, અમેરિકન એરલાઇન્સે પરિવારને વિમાનમાંથી ઉતાર્યું

અમેરિકન એરલાઇન્સે બુધવારની રાતે ફ્લોરિડામાં વિમાનમાં ઉડાન ભરી રહેલા મિશિગનના એક પરિવારને વિમાનમાંથી ઉતારી દેવાનો કેશ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકન એરલાઇન્સે બુધવારની રાતે ફ્લોરિડામાં વિમાનમાં ઉડાન ભરી રહેલા મિશિગનના એક પરિવારને વિમાનમાંથી ઉતારી દેવાનો કેશ સામે આવ્યો છે. મુસાફરોને પ્લેન માંથી ઉતારી દેવા પાછળ એરલાઇન્સે કહ્યું છે કે કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી હતી કે તેમના શરીરમાંથી ગંધ આવે છે, તે પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. જે મુસાફરને વિમાનમાંથી ઉતારવામાં આવ્યો છે તેનું નામ યોસી એડ્લર અને તેની પત્ની જેની છે. તે બધા મિયામીથી ડેટ્રાઇટની ફ્લાઇટમાં સવાર થયા હતા.

આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

તાત્કાલિક પ્લેનમાંથી ઉતરવા માટે કહેવામાં આવ્યું

તાત્કાલિક પ્લેનમાંથી ઉતરવા માટે કહેવામાં આવ્યું

યોસી એડલરે કહ્યું કે તે અને તેની પત્ની જેની તેમના ઘરેથી મિયામી જઈ રહ્યા હતા. પછી તેઓને વિમાનમાં કહેવામાં આવ્યું કે તેઓને વિમાનથી તાત્કાલિક નીચે ઉતરવું પડશે. નીચે ઉતાર્યા પછી પ્લેન અધિકારીઓએ તેમને કહ્યું કે તેઓ માંથી દુર્ઘંધ આવતી હતી, તેથી તેઓને ઉતારી દેવામાં આવ્યા. યોસી એડલરે કહ્યું કે જ્યારે તેને આ વિશે જાણ્યું, ત્યારે તે ખૂબ જ અપમાનજનક લાગ્યું હતું અને ગુસ્સો પણ આવ્યો હતો. બીજી તરફ, અમેરિકન એરલાઇન્સે વોશિંગ્ટન પોસ્ટને કહ્યું કે ઘણા મુસાફરોએ તેમને ફરિયાદ કરી હતી કે તે કપલમાંથી કેટલીક વિચિત્ર ગંધ આવી રહી છે, જેથી વિમાનમાં બેઠેલા બાકીના મુસાફરોને મુશ્કેલી થઇ રહી છે.

કપલ હોટેલમાં રાત રોકાયા

કપલ હોટેલમાં રાત રોકાયા

એરલાઇને કહ્યું છે કે અમારી ટીમએ તેમને હોટેલમાં રહેવાની ગોઠવણ કરી છે અને જમવાની વ્યવસ્થા કરી છે તે પછી, તેઓને બીજા દિવસે સવારે બીજી ફ્લાઇટથી મોકલવામાં આવ્યા હતા. એરલાઇનના અધિકારીઓએ કહ્યું કે કપલના ધર્મ વિશે ખબર ન હતી. યોસીએ કહ્યું હતું કે એરલાઇન દ્વારા પૂરી પાડવામાં આવેલ ફૂડ કૂપન કોઈ કામની ન હતી. કારણ કે તેઓને ખાવા માટે તેમના જ પોકેટમાંથી પૈસા ચૂકવવા પડ્યા.

યોસીએ એરલાઇન્સને આ પ્રશ્ન કર્યો

યોસીએ એરલાઇન્સને આ પ્રશ્ન કર્યો

યોસીએ કહ્યું કે જો વિમાનના અન્ય મુસાફરો અમારા શરીરમાંથી ખરાબ ગંધ આવતી હતી, તો એરલાઇને અમને અન્ય સ્વચ્છ કપડાં બદલવા માટે આપવા જોઈતા હતા. આ મીડિયા રિપોર્ટમાં એવું પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ ત્રણેય મુસાફરોને વિમાનમાંથી એટલા માટે ઉતારવામાં આવ્યા હતા કારણ કે તેઓ યહૂદીઓ હતા. પ્લેન માંથી ઉતાર્યા પછી તરત જ ગ્રાઉન્ડ ક્રૂ સાથે તેની વાતચીત રેકોર્ડ કરવા માટે ઍડ્લરે તેના સેલફોનનો ઉપયોગ કર્યો છે.

English summary
Family booted from a American Airlines flight after passengers complain about body odor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X