For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિકાર કરવા દોડ્યો વાઘ તો માદા ભાલૂએ આપ્યો ઝડબાતોડ જવાબ

શિકાર કરવા દોડ્યો વાઘ તો માદા ભાલૂએ આપ્યો ઝડબાતોડ જવાબ

|
Google Oneindia Gujarati News

જયપુરઃ સોશિયલ મીડિયા પર હાલ એક વાઘ અને માદા ભાલૂ વચ્ચે ઝઘડાની દિલચસ્પ તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લા સ્થિત રણથંભૌર નેશનલ પાર્કની છે. તસવીરોને એક સફારી ઓપરેટર અને ફોટોગ્રાપર આદિત્ય સિંહે શેર કરી છે. તસવીરો દ્વારા આદિત્યએ જણાવવાની કોશિશ કરી છે કે કોઈ માતાને ક્યારેય કમજોર ના સમજવી જોઈએ.

માદા ભાલૂ અને વાઘ વચ્ચે લડાઈ

માદા ભાલૂ અને વાઘ વચ્ચે લડાઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આદિત્ય સિંહે તસવીરો સાથે એક પછી એક ટ્વીટ કર્યાં છે. જેમાં તે જણાવી રહ્યા છે કે કેવી રીતે એક માદા ભાલૂ અને એક વાઘ વચ્ચે લડાઈ થઈ. તેમણે કહ્યું કે કહાની આમ તો ઘણી જૂની છે. પરંતુ તે જણાવતા તેમણે લખ્યું કે ક્યારેય પણ કોઈ માતાને કમજોર ના સમજવી જોઈએ.

દોડીને વાઘ માદા ભાલૂ પર હુમલો કરે છે

આ તવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાઘ દોડીને માદા ભાલૂ પર હુમલો કરે છે. પરંતુ માદા ભાલૂ જીવ બચાવવા ભાગવાને બદલે વાઘનો સામી છાતીએ સામનો કરે છે. વાઘને એમ હોય છે કે તે માદા ભાલૂ પર હુમલો કરી દેશે, પણ અહીં બાજી ઉલટી પડી અને માદા ભાલૂ જ વાઘ પર હુમલો કરી દે છે. વાઘ જેવો જ શિકાર કરવા માટે દોડે છે માદા ભાલૂ તેની આગળ જ ઉભી જાય છે. ભાલૂએ હુમલો કરતા વાઘ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી નિકળે છે.

માદા ભાલૂ વાઘની પાછળ દોડે છે

માદા ભાલૂ વાઘની પાછળ દોડે છે

જે બાદ માદા ભાલૂ વાઘની પાછળ દોડે છે. ત્યારે જ રસ્તામાં વધુ એક વાઘ મળી જાય છે. એટલે કે વધુ એક મુસિબત. પરંતુ માદા ભાલૂ છતાં ડરતી નથી અને સામી છાતીએ ફરીથી ઉભી થઈ જાય છે. માદા ભાલૂની હિંમત જોઈ બંને વાઘ તયાંથી ભાગી નિકળે છે. અને માદા ભાલૂ ખુદને અને પોતાના બાળકોને બચાવવામાં સફળ રહે છે.

બહાદુરીની કહાની પસંદ કરી રહ્યા છે લોકો

બહાદુરીની કહાની પસંદ કરી રહ્યા છે લોકો

આ તસવીરોને ટ્વિટર પર બહુ શેર કરવામાં આવી રહી છે. લોકો માદા ભાલૂની હિંમતને સલામ કરી રહ્યા છે. લોકોને આ બહાદુરીની કહાની ઘણી પસંદ આવી રહી છે અને લોકો તસવીરો પાડવા બદલ આદિત્યના ઘણા વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કેકહાની ડરામણી છે પરંતુ તેમના માટે ઘણી પ્રેરણાદાયક પણ છે.

Oscar 2020 Winners: બ્રેડ પિટે જીત્યો પહેલો ઓસ્કાર અવોર્ડ, જાણો વિજેતાઓની આખી યાદીOscar 2020 Winners: બ્રેડ પિટે જીત્યો પહેલો ઓસ્કાર અવોર્ડ, જાણો વિજેતાઓની આખી યાદી

English summary
fight between mother bear and tigers pics went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X