નેશનલ હાઈવે પર કારના બોનેટ પર બેસીને યુવતીએ રીલ બનાવી, પોલીસ એક્શનમાં
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બાઈક રેસિંગ અને ચાલુ કારે રિલ્સ બનાવવા પાછળ યુવા પાગલ છે. હવે પંજાબની ઓક છોકરીનો આવો જ એક વીડિયો પોલીસને ધ્યાને ચડ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.
એક યુવતીનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો હતો. આ વીડિયોમાં તે થારના બોનેટ પર બેસીને રિલ્સ બનાવતી જોવા મળી હતી. આ દરમિયાન કાર રોડ પર ચાલી રહી હતી અને ફુલ સ્પીડમાં હતી.

પુરી ઘટનામાં ચૌકાવનારી બાબત એ છે કે આ યુવતી આ વીડિયો કોઈ સુમસામ રોડ પર નહોંતી બનાવી રહી પરંતુ તે કારના બોનેટ પર બેસીને પુરપાટ દોડતા વાહનો વચ્ચે નેશનલ હાઈવે પર બનાવી રહી હતી. હવે આ યુવતી પોલીસની નજરે ચડી છે.
આ ઘટના પંજાબના હોશિયારપુર જિલ્લાના દસુયાની છે,. વીડિયોમાં યુવતીને ચાલતી કારના બોનેટ પર બેસીને નિયમો તોડ્યા બાદ પોલીસે એક્શનમાં આવીને થાર કારને જપ્ત કરી છે.
અહેવાલો અનુસાર, રજીસ્ટ્રેશન નંબર પરથી પોલીસે વાહનના માલિકની વિગતો મેળવીને યુવતી સામે કાર્યવાહી કરી છે.વામાં આવશે. યુવતી સિવાય કારમાં હાજર તમામ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કારને જપ્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
