કપડાં ઉતારી રસ્તા પર સનબાથ લેવા લાગી મહિલા, ટ્રાફિક જામ

લંડનના સૌથી લાંબા હાઇવે એમ62 પર લોકો અચરજમાં મુકાઈ ગયા જયારે એક મહિલા પોતાના કપડાં ઉતારીને રસ્તા પર સુઈ ગયી અને સનબાથ લેવા લાગી.

લંડનના સૌથી લાંબા હાઇવે એમ62 પર લોકો અચરજમાં મુકાઈ ગયા જયારે એક મહિલા પોતાના કપડાં ઉતારીને રસ્તા પર સુઈ ગયી અને સનબાથ લેવા લાગી. હાઇવે પર લાગેલા લાંબા ટ્રાફિક જામમાં કારમાં બેસીને પોતાનો સમય બરબાદ કરવાને બદલે મહિલાએ પોતાના સમયનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તે મહિલા ભારે ટ્રાફિક જામમાં પોતાના કપડાં ઉતારીને સનબાથ લેવા માટે લગભગ 20 મિનિટ સુધી હાઇવે પર સુઈ રહી હતી.

ટ્રાફિકમાં ફસાયા પછી

ટ્રાફિકમાં ફસાયા પછી

27 વર્ષની લીલી વિલેટ્સ બેંકમાં કામ કરે છે. બેંક હોલીડે પર તે પોતાના મિત્ર સેમ સાથે રજા એન્જોય કરવા માટે બૅંકપૂલ જઈ રહી હતી. પરંતુ તે ટ્રાફિકમાં ફસાઈ ગયી. ખરેખર હાઇવે પર એક ટેન્કરમાં આગ લાગવાને કારણે ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ટ્રાફિકમાં ફસાયા પછી લીલીએ આ સમયનો ઉપયોગ કરવા બાબતે વિચાર્યું.

લોકો વિશે વિચારવાની જરૂર નથી

લોકો વિશે વિચારવાની જરૂર નથી

લીલી ઘ્વારા સોશ્યિલ મીડિયા પર આ બાબતે લખવામાં આવ્યું કે લગભગ 12 વાગ્યા હતા જયારે તેઓ ટ્રાફિક જામમાં ફસાયા અને એવું લાગી રહ્યું હતું કે સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક ખુલશે નહીં. તેવામાં સમય બરબાદ કરવાને બદલે લીલી ઘ્વારા તેનો ફાયદો ઉઠાવવાનું વિચાર્યું. લીલીએ કહ્યું કે તેને પહેલા થોડું અજીબ લાગ્યું. પરંતુ ત્યારપછી તેને લોકોની ચિંતા કર્યા વિના ગાડીમાંથી કંબલ બહાર કાઢ્યું અને રસ્તા પર સુઈ ગયી. લોકો તેને જોઈને હેરાન થઇ રહ્યા હતા. પરંતુ લીલીએ તેમના તરફ બિલકુલ પણ ધ્યાન આપ્યું નહીં.

ક્યારેક ટ્રાફિક જામમાં ફસાશે તો આવું જ કરશે

ક્યારેક ટ્રાફિક જામમાં ફસાશે તો આવું જ કરશે

લીલી લગભગ 20 મિનિટ સુધી તડકામાં સુઈ રહી, પછી તે ઉઠીને પોતાની ગાડીમાં બેસી ગયી. તેને સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પણ અપલોડ કરી છે અને લખ્યું છે કે ક્યારેક ફરી ટ્રાફિક જામમાં ફસાશે તો આવું જ કરશે. જયારે લીલીના બોયફ્રેન્ડ સેમ ઘ્વારા લખવામાં આવ્યું કે લીલી પાગલ છે અને મને તેની આ વાત ખુબ જ ગમે છે. જયારે લોકોએ પણ લીલી ઘ્વારા કરવામાં આવેલા પોસ્ટ પર કમેન્ટ કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X