છોકરીઓ સમસ્યાનું સમાધાન મળી ગયુ, આવી ગયો એની રીતે જ રંગ બદલતો ડ્રેસ
સોશિયલ મીડિયાની તમને એવી એવી વસ્તુઓની માહિતી મળે છે જેને હકિકતમાં તમે ક્યારેય નહીં જોઈ હોય. આવી જ એક અનોખી વસ્તુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અમે આજે તમને રંગ બદલતા ડ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ ડ્રેસ એટલો વાયરલ થયો કે તેનું વિકિપીડિયા પર એક પેજ બનાવવામાં આવ્યુ છે. તમે પણ આ ડ્રેસ ઈન્ટરનેટ પર અવશ્ય જોયો હશે. જો કે તમે એની સાથે જોડાયેલી આ કહાની તો નહીં જાણતા હોય.

અહેવાલો અનુસાર, 2015 માં સ્કોટલેન્ડમાં એક કપલના લગ્ન થવાના હતા. આ દરમિયાન દુલ્હનની માતાએ લગ્નમાં પહેરવા માટે આ ડ્રેસ પસંદ કર્યો હતો. આ ડ્રેસની કિંમત લગભગ 5 હજાર રૂપિયા આસપાસ હતી. તેને ડ્રેસનો ફોટો ક્લિક કરીને તેની દીકરીને મોકલી દીધો. જો કે ડ્રેસ જોઈને દુલ્હન નારાજ થઈ ગઈ.
દુલ્હનની માતાએ મોકલેલા ફોટોમાં દુલ્હનને ડ્રેસ વ્હાઈટ અને ગોલ્ડન દેખાયો. ખ્રિસ્તી ધર્મમાં દુલ્હન ફક્ત સફેદ રંગ જ પહેરે છે જ્યારે અન્ય લોકો બીજા રંગ પહેરે છે. માતાએ પુત્રીને કહ્યું કે ડ્રેસનો રંગ બ્લૂ અને બ્લેક છે, સફેદ અને સોનેરી નહીં. દુલ્હનને આ વાતનો વિશ્વાસ ન આવ્યો અને તેને ડ્રેસનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો અને લોકોને ડ્રેસનો રંગ પૂછ્યો. સોશિયલ મીડિયા પર પણ કેટલાક લોકો સફેદ અને ગોલ્ડન અને કેટલાકે બ્લેક અને બ્લૂ કહ્યો.
હકિકતમાં આ ડ્રેસ બ્લૂ અને બ્લેક હતો. ઓપ્ટિકલ ઇલ્યુઝનને કારણે કન્યાને ગોલ્ડન અને વ્હાઈટ દેખાતો હતો. આમાં આપણી આંખો તેમના પોતાના અનુસાર કોઈપણ રંગ જુએ છે. વૈજ્ઞાનિકોના મતે આ ડ્રેસ ખૂબ જ સારી રીતે સમજાવે છે કે આપણે રંગોને કેવી રીતે સમજીએ છીએ.












Click it and Unblock the Notifications
