અહીંના લોકો જીવતી ગાયનું લોહી પીવે છે, પરંપરાઓ સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે
દુનિયાની વિવિધ જનજાતિઓમાં આજે પણ વર્ષો જૂના રિવારો અને પરંપરાઓ જોવા મળે છે. લોકો આ પરંપરાઓ સાથે આજે પણ પોતાની લાઈફ જીવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક જનજાતિના લોકો જીવતી ગાયનું લોહી પીવે છે.
આફ્રિકામાં જોવા મળતી વિવિધ જનજાતિઓ તેમના રિવાજો અને પરંપરાઓ સાથે જીવે છે. અહીં જોવા મળતી મસાઈ જનજાતિ તેના રિવાજો માટે અલગ પડે છે. આ એક એવી આદિજાતિ છે જે સામાન્ય લોકોના સંપર્કમાં છે પરંતુ તેમ છતાં અલગ દેખાય છે.

મસાઇ જનજાતિના લોકો તેજસ્વી લાલ રંગના કપડાં પહેરે છે, જેને સુકા કહેવામાં આવે છે. આ કપડાં જ તેની ઓળખ છે. આ લોકો ધીરે ધીરે આધુનિક બની રહ્યા છે તેમ છતાં તે તેમની પરંપરાઓ જાળવી રહ્યા છે.
મસાઈ જનજાતિના કેન્યામાં રહે છે. આ લોકો દુરથી જ તેમના કપડાને કારણે ઓળખાઈ જાય છે. તે લાલ કપડામાં જોવા મળે છે. ગાયનું લોહી પીવાની તેમની પરંપરા સદીઓ જૂની છે. તેમની પરંપરા અનુસાર, આ લોહી તેમને તમામ પ્રકારના રોગોથી બચાવે છે અને તેમને દરેક પ્રકારના નશાથી દૂર રાખે છે.
ખાસ વાત એ છે કે આ લોકો ગાયનું લોહી પીવા માટે તેની હત્યા નથી કરતા. બલ્કે આ લોકો ગાયના શરીરમાં નાનું કાણું પાડીને લોહી પીવે છે. વિવિધ જનજાતિમાં અંતિમ સંસ્કાર માટે અલગ અલગ પરંપરા જોવા મળે છે ત્યારે મસાઈ લોકોમાં પણ અનોખી પરંપરા છે.
સામાન્ય રીતે લોકો અંતિમ સંસ્કાર દરમિયાન મૃતદેહના અગ્નિ સંસ્કાર કરે છે કે દફનાવે છે પરંતુ મસાઈ લોકો આવુ કંઈ કરતા નથી. આ લોકો તેમના સમુદાયમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મૃતદેહને જંગલમાં છોડી દે છે જેથી પ્રાણીઓ તેમની ભૂખ સંતોષી શકે. મસાઇ લોકો સદીઓથી આ પરંપરાનું પાલન કરે છે અને આજે પણ તેઓ આ પરંપરા સાથે તેમના પરિવારના સભ્યોના અંતિમ સંસ્કાર કરે છે.












Click it and Unblock the Notifications
