અહીં પતિના લાંબા આયુષ્ય માટે વિધવા બનીને રહે છે મહિલાઓ, મહિનાઓ સુધી નથી લગાવતી સિંદુર
ભારત પરંપરાઓનો દેશ છે. અહીં રાજ્યો અને પ્રદેશ પ્રમાણે પરંપરાઓ બદલાય છે. ખાસ કરીને લગ્ન અને સામાજીક જીવનને લઈને પરંપરાઓમાં મોટી વિવિધતા જોવા મળે છે. આજે આપણે આવી જ એક વિચિત્ર પરંપરા વિશે વાત કરવાના છીએ.
ભારતમાં સામાન્ય રીતે મહિલાઓ લગ્ન પછી સિંદુર અને ચુડી પહેરે છે. આ તે મેરિડ હોવાની નિશાની છે. જો કે ભારતમાં એક પરંપરા એવી છે કે અહીં પત્ની પતિના લાંબા આયુષ્ય માટે આ તમામ વસ્તુઓ ત્યાગીને વિધવાનું જીવન જીવે છે.

પુર્વ ઉત્તર પ્રદેશમાં આવેલા ગછવાહા સમુદાયમાં આ પરંપરા જોવા મળે છે. અહીં મહિલાઓ માટે શુંગાર અશુભ માનવામાં આવે છે. મહિલાએ તેના પતિના લાંબા આયુષ્ય માટે 5 મહિના સુધી વિધવાનું જીવન જીવવું પડે છે.
ગછવાહા સમુદાયની મહિલાઓ પ્રાચીન સમયથી આ પરંપરાનું પાલન કરતી આવી છે. આ મહિલાઓ ન તો કોઈ શૃંગાર કરે છે અને ન તો 5 મહિનાથી ખુશ છે. તેમના પતિ આ સમયે ઝાડ પરથી તાડી ઉતારવા જાય છે. આ સમય સુધી મહિલાઓએ વિધવા જેવું જીવન જીવે છે.
આ સમુદાયના લોકો તરકુલહા દેવીને કુળદેવી માને છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં રહેતા આ સમુદાયના લોકોની આજીવિકાનું મુખ્ય કામ તાડી ઉતારવાનું છે. તાડના વૃક્ષો ખૂબ ઊંચા અને સીધા હોય છે અને તેમાંથી તાડી ઉતારવાનું કામ જોખમી મનાય છે.
આ સમયગાળા દરમિયાન સમુદાયની મહિલાઓ કુળદેવીના ચરણોમાં પોતાનો શ્રૃંગાર અર્પણ કરે છે અને તેમના પતિના જીવનની સલામતી માટે પ્રાર્થના કરે છે. મનાય છે કે આ રીતે કુળદેવી પ્રસન્ન થાય છે અને સ્ત્રીઓના પતિના જીવનની રક્ષા અને આશીર્વાદ આપે છે.












Click it and Unblock the Notifications
