કેવી રીતે થાય છે કૃત્રિમ વરસાદ? જાણો શું છે ક્લાઉડ સીડિંગ?
હાલમાં જ કાનપુરમાં એક અનોખો વરસાદ જોવા મળ્યો છે. હકિકતમાં આ વરસાદ કૃત્રિમ વરસાદ હતો. આઈઆઈટી કાનપુરના કેટલાક સંશોધન કરનારા વિદ્યાર્થીઓએ આ વરસાદને તૈયાર કર્યો અને વરસાવ્યો. આ વરસાદ એટલો શાનદાર છે કે તેને ગમે ત્યારે ગમે ત્યાં કરાવી શકાય છે.
આ કૃત્રિમ વરસાદ માટે વપરાતી પ્રક્રિયાને ક્લાઉડ સીડીંગ કહેવાય છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે ગમે ત્યાં વરસાદ કરાવી શકાય છે. કાનપુર IIT ને આ પ્રયોગને સફળ બનાવવામાં 6 વર્ષ લાગ્યાં છે.

સામાન્ય ભાષામાં સમજીએ તો અત્યાર સુધી વરસાદ પડતો હતો જ્યારે આકાશમાં વાદળો ઘેરાતા હતા, વીજળીના કડાકા-ભડાકા થતા હતા તો ક્યાંક વરસાદ પડતો હતો. પરંતુ ક્લાઉડ સીડીંગ દ્વારા ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ કરી શકાય છે.
સૌથી મોટી વાત એ છે કે આનાથી દુષ્કાળ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓનો સરળતાથી સામનો કરી શકાશે. ક્લાઉડ સીડિંગ દરમિયાન ઘણા બધા ક્લાઉડ સીડ વિમાનમાંથી વાદળોમાં વિખેરવામાં આવે છે. ત્યારબાદ વાદળો આકાશમાં ભરાઈ જાય છે અને પછી થોડા સમય પછી વરસાદ પડે છે. આ એક ખુબ જ જટીલ પ્રકિયા છે.
તમને સવાલ થતો હશે કે એરોપ્લેન દ્વારા આપણે વાદળોમાં ક્લાઉડ સીડ નાખીએ છીએ તે કેવી રીતે તૈયાર થાય? તો તમને જણાવી દઈએ કે આ ક્લાઉડ સીડ્સ લેબમાં વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે.
આ ક્લાઉડ સીડને તૈયાર કરવા ડ્રાય આઈસ, મીઠું, સિલ્વર આયોડાઈડ સહિત અન્ય ઘણા કેમિકલ ભેળવવામાં આવે છે અને પછી તેને તૈયાર કરીને વિમાન દ્વારા આકાશમાં ફેલાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા એક પ્રકારની ખેતી જેવી છે, તેથી જ તેને ક્લાઉડ સીડીંગ કહેવામાં આવે છે. ભારત પહેલા આ પ્રયોગ UAE અને ચીનમાં કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
