વરસાદ કેવી રીતે મપાય? જાણો કેવી રીતે ખબર પડે કે કેટલો વરસાદ થયો?
તમે ચોમાસામાં વરસાદના સમાચાર સાંભળતા હોય ત્યારે એવુ કહેવાય છે કે આ જગ્યાએ આટલો વરસાદ અને પેલી જગ્યાએ આટલો વરસાદ થયો. જો કે તમને ક્યારેય એ સવાલ થયો કે આ વરસાદ મપાય કેવી રીતે?
જણાવી દઈએ કે, કોઈપણ જગ્યાએ વરસાદ માપવા રેઈન ગેજનો ઉપયોગ કરાય છે. વિશ્વભરના દેશોમાં હવામાન વિભાગ પાસે વરસાદ માપવા માટે રેઈન ગેજ હોય છે. વરસાદને રેઇન ગેજથી ઇંચ અથવા મિલીમીટરમાં માપવામાં આવે છે.

હવે ઘણા પ્રકારના રેઈન ગેજ બનાવાયા છે. હજુ પણ જૂની રેઈન ગેજનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. રેઈન ગેજમાં સ્કેલવાળી કાચની બોટલને નળાકાર લોખંડના બોક્સમાં રાખવામાં આવે છે. આ પછી બોટલના મોં પર એક ફનલ મૂકવામાં આવે છે અને તેને ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે. ફનલનો વ્યાસ બોટલના વ્યાસ કરતા 10 ગણો હોય છે.
વરસાદ પડે ત્યારે તેના ટીપાં આ ફનલમાં પડે છે અને પાણી બોટલમાં એકઠું થાય છે. આ બોટલને 24 કલાક માટે આ રીતે છોડી દેવામાં આવે છે. 24 કલાક પછી એકત્રિત પાણીને બોટલ સાથે જોડાયેલા સ્કેલની મદદથી માપવામાં આવે છે. આમાં એકઠા થયેલા પાણીનો 10મોં ભાગ વરસાદ ગણાય છે. એટલે કે 100 એમ એમ પાણી ભેગુ થાય તો 10 એમએમ વરસાદ થયો ગણાય.












Click it and Unblock the Notifications
