એક વ્યક્તિએ કેટલા લોકો સાથે દોસ્તી કરવી જોઈએ? જાણો શું કહે છે રિલેશનશીપ નિષ્ણાત?
દુનિયામાં લોકો પોતાના સ્વભાવ પ્રમાણે દોસ્ત બનાવે છે. ઘણા લોકોને અઢળક દોસ્ત હોય છે તો ઘણા લોકોને માત્ર ગણતરીના દોસ્તો હોય છે. એક વ્યક્તિને કેટલા દોસ્ત હોય તેના કોઈ ચોક્કસ ધારા ધોરણો નથી પરંતુ દોસ્તી મુદ્દે રિલેશનશીપ એક્સપર્ટ સતત રિસર્ચ કરતા રહે છે.
આજે અમે તમને ફ્રેન્ડ સર્કલ પર કરવામાં આવેલા જર્નલ પર્સનાલિટી અને સોશિયલ સાયકોલોજી રિસર્ચ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને બ્રિટનના પ્રખ્યાત લેખક અને રિલેસનશીપ નિષ્ણાત એલિઝાબેથ ડેના મંતવ્ય શેર કરવા જઈ રહ્યા છીએ.

એલિઝાબેથ ડે અનુસાર, વધારે પડતા અંગત મિત્રો હોવાને કારણે વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે. તમારા ઘણા બધા મિત્રો હોય તો લોકો તમને ગંભીરતાથી લેતા નથી.
એલિઝાબેથ ડેએ તેમના નવા પુસ્તક ફ્રેન્ડાહોલિકમાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સારું માનસિક સ્વાસ્થ્ય ઈચ્છે છે તો તેણે ફક્ત ચારથી પાંચ મિત્રો બનાવવા જોઈએ. આના કરતાં વધુ મિત્રો બનાવવાનો ફાયદો બહુ ઓછો કે બિલકુલ નથી. એલિઝાબેથે સાતથી વધુ મિત્રોને ડિપ્રેશનના લક્ષણોમાં વધારો કરતા ગણાવ્યા છે.
એલિઝાબેથ ડે અનુસાર, જો તમે વધુ મિત્રો બનાવશો તો તમે કોઈની સાથે મિત્રતા કરી શકશો નહીં, કારણ કે તમે દરેકને સમય નથી આપી શકતા. લેખકે તેમના અંગત જીવનના ઘણા અનુભવો એકત્ર કરીને તેમના પુસ્તકમાં રજૂ કર્યા છે.
જર્નલ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલોજી અભ્યાસ અનુસાર, લોકો એવા લોકો સાથે મિત્રતા કરવા માંગે છે જેમના મિત્રોની સંખ્યા ઓછી હોય. અભ્યાસમાં આ વાત ખોટી સાબિત થઈ છે કે જો તમારું ફ્રેન્ડ સર્કલ મોટું છે તો વધુ લોકો તમારી સાથે મિત્રતા કરવા ઈચ્છશે.
એક મોટું ફ્રેન્ડ સર્કલ હોવાને કારણે લોકોને અહેસાસ થાય છે કે તમે મિત્રતાની જવાબદારી નિભાવવામાં ઓછા સક્ષમ છો.












Click it and Unblock the Notifications
