ચંદ્ર પર એક બોટલ પાણી પહોંચાડવામાં કેટલો ખર્ચ આવે? આંકડો સાંભળીને હોશ ઉડી જશે
ભારતનું ચંદ્રયાન ચાંદ પર પહોંચવાની તૈયારીમાં છે ત્યારે દુનિયામાં ફરીથી પૃથ્વી બહાર માણસના વસવાટની વાતો શરૂ થઈ છે. પરંતુ આ વાત જેટલી આસાનીથી થઈ રહી છે તેટલી આસાન નથી, ચાંદ પર એક બોટલ પાણી પહોંચાડવામાં જ માણસના પરસેવા છુટી જશે.
આ ચંદ્રયાન મિશન માટે ભારતે 615 કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. અન્ય દેશો આનાથી પણ વધુ ખર્ચ કરી રહ્યા છે. જો કોઈ દેશ ચંદ્ર પર કોઈ વ્યક્તિ અથવા કોઈપણ સામાન મોકલવા માંગે તો આ ખર્ચ ઘણો વધી જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ચાંદ પર એક બોટલ પાણી મોકલવાનો ખર્ચ એટલો થાય છે કે પુરૂ રજવાડુ ખતમ થઈ જાય.

ચંદ્ર પર માણસને મોકલવાનો ખર્ચ એટલો વધારે છે કે વર્ષ 1972 પછી આજ સુધી ચંદ્ર પર માણસને મોકલવાના કોઈ પ્રયાસ થયા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે અમેરિકાએ પ્લાન બનાવ્યો હતો કે તે ફરી એકવાર ચંદ્ર પર માણસ મોકલશે. જ્યારે આ માટે ખર્ચનો અંદાજ લગાવાયો તો 104,000 ડોલરનો અંદાજ આવ્યો. ભારતીય રૂપિયામાં તે લગભગ 86,29,779.60 થાય. આ ખર્ચના કારણે અમેરિકાએ તેનો પ્લાન હોલ્ડ પર મુકી દીધો.
ચંદ્ર પર માણસને મોકલવાનો આટલો ખર્ચ થાય છે તો હવે સવાલ એ છે કે પાણીની બોટલ મોકલવી હોય તો કેટલો ખર્ચ થશે? પાણીને સુરક્ષિત રીતે મોકલવા માટે સ્પેસ યાનમાં જે પ્રકારની સુરક્ષા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તે વ્યક્તિને ચંદ્ર પર મોકલવા સમાન હશે. તે તેનાથી થોડું ઓછું હોઈ શકે છે પરંતુ તેમ છતાં તે એટલું હશે કે ભારતના બે મોટા ઉદ્યોગપતિ અદાણી-અંબાણીની આખી સંપત્તિ પણ ઓછી પડે.












Click it and Unblock the Notifications
