અહીં અંડરવેર બહાર સુકવવા પર થઈ શકે છે જેલ, જાણો ક્યાં છે આવા વિચિત્ર કાયદાઓ?
કહેવાય છે કે જો તમે કોઈ પણ બીજા દેશમાં ફરવા જાવ તો ત્યાંના કાયદાઓ વિશે જાણી લેવુ જરૂરી છે. આમ ન કરવા પર ઘણી વખત મોટી મુશ્કેલીઓ થઈ શકે છે. અમેરિકા જેવા દેશમાં પણ કેટલાક વિચિત્ર કાયદાઓ જોવા મળે છે. જો આ કાયદા ન જાણતા હોવ તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.
જો તમે અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટના સિએટલ જઈ રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ભુલથી પણ ઓશીકા વગર પુરુષોના ખોળામાં ન બેસો. આવુ કરવા પર 6 મહિનાની જેલ થઈ શકે છે.

આ સિવાય તમે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં રહો છો તો કાર સાફ કરતા પહેલા આ ચોક્કસ જાણી લો. અહીં વપરાયેલ અન્ડરવેરથી કાર સાફ કરવી ગેરકાયદેસર છે. જો કે તમે નવા અંડરવેરથી કારને સાફ કરી શકો છો.
અહીં ઓહાયોના ઓક્સફોર્ડમાં એક વિચિત્ર કાયદો જોવા મળે છે. અહીં કોઈ મહિલા પુરૂષની તસવીર સામે પોતાના કપડા ઉતારી ન શકે. આ ગેરકાયદેસર છે. જો કે ફોટોમાં આંખો બંધ હોય તો કોઈ સમસ્યા નથી.
આમ તો જન્મદિવસ કોઈપણ વ્યક્તિ માટે અંગત બાબત છે પરંતુ જો તમે સમોઆ ટાપુમાં રહો છો અને તમારી પત્નીનો જન્મદિવસ ભૂલી જાઓ છો તો તમારે જેલ જવું પડી શકે છે. અહીં આમ કરવા પર સજા થઈ શકે છે.
તમને આ જાણીને ચોક્કસ આશ્ચર્ય થશે કે મિનેસોટામાં એક જ લાઇન પર મહિલાઓ અને પુરુષોના અન્ડરવેરને એકસાથે લટકાવી શકાતા નથી. અહીં આ કાયદાની વિરુદ્ધ છે અને આવું કરવા બદલ ધરપકડ અને સજા પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
