Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘરમાં મોટુ ચાકુ રાખતા હોય તો સાવધાન, થઈ શકે છે જેલની સજા

દરેક લોકો પોતાના ઘરમાં ચાકુ રાખતા હોય છે. જો કે મોટાભાગના લોકોને એ ખબર નથી કે ઘરમાં ચાકુ રાખવુ એ ગુનો ગણાય છે. ભારતીય કાયદા અનુસાર ચોક્કસ લંબાઈથી મોટા ચાકુ હથિયારોની શ્રેણીમાં આવે છે.

દરેક ઘરમાં શાકભાજી કાપવા માટે વપરાતા ચાકુ આમ તો સામાન્ય છે પરંતુ અમુક કદથી મોટા ચાકુ ભારતીય કાયદા અનુસાર પ્રતિબંધિત છે. જો તમે ઘરમાં 6 ઇંચથી મોટા ચાકુ રાખતા હોય તો તે કાયદા વિરૂદ્ધ છે.

knife

6 ઈંચથી મોટા ચાકુ માટે લાયસન્સ જરૂરી
કાયદા અનુસાર, ઘરમાંથી 6 ઇંચથી મોટા ચાકુ મળી આવે તો તેનું લાયસન્સ હોવુ જરૂરી છે. જો લાયસન્સ ન હોય તો કે ગુનો ગણાય છે અને આ ગુના માટે તમને 6 મહિનાની સજા અને દંડ થઈ શકે છે. જો કોઈ તમારા ઘરમાં મોટા ચાકુની હાજરીને લઈને ફરિયાદ કરે તો લેવાના દેવા પડી શકે છે.

તલવાર અને ચાકુનું એક જ લાયસન્સ હોય છે
ચાકુ અને તલવાર બન્ને માટે એક જ લાયસન્સ હોય છે. બંનેની લાઇસન્સ પ્રક્રિયા સમાન છે. જો તમે મોટા કદના ચાકુ કે તલવાર રાખવા માંગો છો તો તમારે જિલ્લા અધિકારીની ઓફિસમાં અરજી કરવાની રહે છે. તો તમે મહાનગરમાં રહો છો તો તમારે શહેરના નિવાસી પોલીસ કમિશનરની ઓફિસમાં જઈને અરજી કરવાની હોય છે.

જિલ્લામાં અથવા પોલીસ કમિશનરને અરજી કરવાની રહે છે
જ્યારે પણ તમે લાયસન્સ માટે અરજી કરો ત્યારે તમારે શા માટે હથિયારની જરૂર છે તે દર્શાવવુ પડે છે. તમારે તમારું ફિટનેસ સર્ટિફિકેટ પણ સાથે મૂકવું પડશે. આ બધાની સાથે તમારે 500 રૂપિયા ફી ચુકવવાની રહે છે.

ચાકુના લાયસન્સ માટે કેટલાક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના હોય છે. આ ડોક્યુમેન્ટમાં ઉમર પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, ચારિત્ર્ય પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, વ્યવસાય અથવા નોકરીની માહિતી અને તમામ બેંકની માહિતી પણ અરજી કરતી વખતે આપવાની રહે છે.

પોલીસ તપાસ બાદ લાયસન્સ મળે છે
લાયસન્સ માટેની અરજી બાદ ત્રણ જગ્યાએથી તમારો રિપોર્ટ માંગવામાં આવે છે. પહેલા તમારી અરજી તમારા નજીકના પોલીસ સ્ટેશન અને SDS ઓફિસને મોકલવામાં આવે છે. ત્યારબાદ ગુપ્તચર વિભાગ પાસેથી તમારો રિપોર્ટ મંગાય છે. આ તમામ તપાસ એટલા માટે કરવામાં આવે છે કે અરજદારનું ચારિત્ર્ય કેવું છે અને તેને લાયસન્સ આપવામાં આવે તો તે તેનો દુરુપયોગ તો નહીં કરે તેની ચકાસણી કરવામાં આવે છે.

પોલીસ અરજદારની તમામ બાબતોને તપાસીને લાયસન્સ આપે છે
ત્યારબાદ અરજદાર સામે કોઈ કેસ નોંધાયેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે અને તેની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે ઠીક છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે. આ તમામ બાબતોની ચોખવટ થઈ જાય પછી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનર લાઇસન્સ આપવાનો નિર્ણય લે છે. એકવાર લાઇસન્સ મેળવ્યા પછી તેનો સમયગાળો 5 વર્ષનો રહે છે. આ સાથે તમારે દર વર્ષે લાયસન્સ રિન્યૂ કરવા માટે દર વર્ષે 100 રૂપિયા જમા કરવાના રહે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X