ભારતના આ ગામમાં ઘણા દિવસો સુધી કપડા વગર રહે છે મહિલાઓ, કારણ ચૌકાવનારૂ છે

દુનિયા ગમે તેટલી ભલે ન બદલાય પણ લોકો પોતાની પરંપરાઓને ક્યારેય છોડતા નથી. આવી જ એક પરંપરા ભારતના એક ગામડામાં જોવા મળે છે. આ પરંપરાને કારણે મહિલાઓ ઘણા દિવસો કપડા પહેર્યા વગર જ વિતાવે છે.

ભારત પરંપરાઓનો દેશ છે. ભારતમાં રાજ્યો અને પ્રદેશો પ્રમાણે લોકોના રીતિ રિવાજો અને પરંપરાઓ બદલાય છે. હિમાચલ પ્રદેશના મણીકર્ણ ઘાટીના પીણી ગામમાં મહિલાઓને કપડા વગર રહેવાની એક પરંપરા જોવા મળે છે.

Tradition

આ ગામમાં જોવા મળતી આ વિચિત્ર પરંપરા શ્રાવણ મહિનામાં મહિલાઓ નિભાવે છે. માન્યતા છે કે જો કોઈ પણ મહિલા આ પાંચ દિવસ દરમિયાન કપડાં પહેરે છે તો તેના ઘરમાં કંઈક અશુભ થઈ શકે છે અને ખરાબ સમાચાર આવી શકે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ગામના દરેક ઘરમાં અનુસરવામાં આવે છે.
આ પરંપરા પાછળ એક માન્યતા છે. માન્યતા અનુસાર, ગામના લોકો માને છે કે સદીઓ પહેલા એક રાક્ષસ સુંદર વસ્ત્રો પહેરેલી મહિલાઓને લઈ જતો હતો. આ રાક્ષસને ગામમાં દેવતાઓએ ખતમ કરી દીધો. એવું માનવામાં આવે છે કે આજે પણ દેવતા લહુઆ ગામમાં આવે છે અને બુરાઈઓ સામે લડે છે.

જો કે હવે સમય સાથે પરંપરાઓ બદલાઈ છે. હવે મહિલાઓ સાવ કપડા વગર રહેવાની જગ્યાએ પાતળા કપડા પહેરે છે. આ દરમિયાન માંસ અને દારૂનું સેવન બંધ કરી દેવામાં આવે છે. તે ઉપરાંત આ સમયમાં ગામમાં કોઈપણ પ્રકારના જલસા કે ઉત્સવોનું આયોજન બંધ કરી દેવાય છે. લોકો આ સમયમાં હસવાનું પણ બંધ કરી દે છે. મહિલાઓ પોતાને સમાજથી અલગ કરી લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X