For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિએ PUBG રમવાની ના પાડી તો પત્નીએ તલાક માંગ્યો

યુએઈમાં એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં પતિ ઘ્વારા પબજી ગેમ રમવાની અનુમતિ નહીં મળતા પત્નીએ તલાક માટે અરજી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

યુએઈમાં એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં પતિ ઘ્વારા પબજી ગેમ રમવાની અનુમતિ નહીં મળતા પત્નીએ તલાક માટે અરજી આપી દીધી છે. પબજી એક ઓનલાઇન ગેમ છે, જે આજે દુનિયાભરમાં ખુબ જ ફેમસ બની ચુકી છે. યુવાઓ અને બાળકોમાં પણ આ ગેમ ખુબ જ લોકપ્રિય છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાને તેના પતિએ ગેમ રમવાની પરમિશન નહીં આપી, જેને કારણે મહિલાએ આવું પગલું ભર્યું.

PUBG

ગલ્ફ ન્યુઝ અનુસાર અજમાન પોલીસમાં સામાજિક કેન્દ્ર નિર્દેશક કેપ્ટન વફા ખલિલ અલ હોસાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં તેમને એક વિચિત્ર મામલો જોયો, જ્યાં એક 20 વર્ષની મહિલા પોતાના પતિને એટલા માટે તલાક આપવા માંગે છે કારણકે તેને પબજી ગેમ રમવાની પરમિશન નહીં આપી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે મનોરંજનના સાધનને પસંદ કરવાનો તેનો અધિકાર તેનાથી છીનવી લેવામાં આવી રહ્યો છે. મહિલાએ એવો પણ દાવો કર્યો તે તેના મિત્રો અને સંબંધીઓ સાથે જ તે ગેમ રમે છે.

આ પણ વાંચો: 45 દિવસો સુધી રમતો રહ્યો પબજી, ગરદનની નસોએ લીધો જીવ

જયારે બીજી બાજુ તેના પતિએ કહ્યું કે તે પોતાની પત્નીને કોઈ પણ સ્વતંત્રતાથી વંચિત નથી રાખી રહ્યો, પરંતુ પરિવારને એક સાથે રાખવા માટે તેને ગેમ નહીં રમવાની વાત કહી હતી. પતિએ કહ્યું કે તેને આ વાતનો બિલકુલ પણ અંદાઝો ના હતો કે ગેમ રમવાનું નહીં કહેવા પર મામલો તલાક સુધી પહોંચી જશે. આપને જણાવી દઈએ કે આ ગેમની લોકપ્રિયતા ભારતમાં પણ દિવસને દિવસે વધી રહી છે. હાલમાં જ એક દુલ્હાનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે લગ્નના દિવસે દુલ્હનને છોડીને પબજી રમવામાં વ્યસ્ત હતો. આ ગેમની લતને કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ ગેમની લતને કારણે લોકો ખોટું પગલું પણ ભરી ચુક્યા છે.

આ પણ વાંચો: PUBG રમવાના કારણે પોતાના પપ્પાના ખાતામાંથી 50,000 રૂપિયા ચોરી કર્યા

English summary
In UAE, woman wanted to divorce from husband after he stops her from playing PUBG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X