For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 દિવસો સુધી રમતો રહ્યો પબજી, ગરદનની નસોએ લીધો જીવ

તેલંગાનાના જગતિયાલમાં એક 20 વર્ષનો છાત્ર સતત 45 દિવસો સુધી ઑનલાઈન ગેમ પબજી રમતો રહ્યો કારણે તેનુ મોત નીપજ્યુ છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનાના જગતિયાલમાં એક અનોખી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક 20 વર્ષનો છાત્ર સતત 45 દિવસો સુધી ઑનલાઈન ગેમ પબજી રમતો રહ્યો. જેના કારણે તેની ગરદનમાં ખૂબ જ પીડા થવા લાગી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો. તમને જણાવી દઈએ કે પબજી જેવી ઘણી ઑનલાઈન ગેમ હાલમાં માત્ર બાળકો જ નહિ પરંતુ મોટા માટે પણ ખતરનાક થતી જઈ રહી છે.

પબજી રમવાથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી નસો

પબજી રમવાથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી નસો

વિદ્યાર્થી સતત 45 દિવસોથી પબજી રમી રહ્યો હતો એટલા માટે ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ઝૂકેલા રહેવાથી તેની ગરદનની નસો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ ગંભીર હાલતમાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયુ. તમને જણાવી દઈએ કે એક જ ગેમની લત વિશે પહેલા પણ ઘણા સમાચારો આવતા રહે છે.

પરીક્ષામાં લખીને આવ્યો પબજી રમવાની રીત

પરીક્ષામાં લખીને આવ્યો પબજી રમવાની રીત

પબજીની લતે યુવાનોને એ હદે ઘેરી લીધા છે કે કર્ણાટકમાં એક છાત્રએ પ્રી-યુનિવર્સિટી પરીક્ષામાં જવાબ લખવાના બદલે ‘પબજી કેવી રીતે રમાય' તે લખી દીધુ હતુ. તેણે આખી જવાબવહીમાં આ લખ્યુ હતુ. આ રમત ઘણી જગ્યાએ પ્રતિબંધિત કરી દેવામાં આવી છે કારણકે આ ગેમના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.

પબજીના કારણે ટ્રેનની ચપેટમાં આવ્યા હતા બે છાત્ર

પબજીના કારણે ટ્રેનની ચપેટમાં આવ્યા હતા બે છાત્ર

હાલમાં જ મહારાષ્ટ્રમાં પબજી રમવાના કારણે બે છાત્ર ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. બંનેના મોત નીપજ્યા હતા. તમને જણાવી દઈએ કે આ તો ગેમની લતના શિકાર બનેલા પરંતુ આ પહેલા મોમો ચેલેન્જ અને બ્લુ વ્હેલ જેવી ખતરનાક ગેમ ઘણા લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. જો કે હવે તે પ્રતિબંધિત કરવામાં આવી ચૂક્યુ છે.

આ પણ વાંચોઃ આસારામને મોટો ઝટકો, હાઈકોર્ટે સજા ખતમ કરવાની અરજી ફગાવીઆ પણ વાંચોઃ આસારામને મોટો ઝટકો, હાઈકોર્ટે સજા ખતમ કરવાની અરજી ફગાવી

English summary
student in telangana played pubg for 45 day, died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X