શું છે સનાતનનો સાચો અર્થ? પહેલી વખત હિંદુ શબ્દનો ઉપયોગ ક્યારે થયો?

ભારતમા આ દિવસોમાં સનાતન ધર્મને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. તમિલનાડુના મુખ્યમંત્રી ઉધયાનિધિ સ્ટાલિનના નિવેદન બાદ હોવાળો ચાલી રહ્યો છે ત્યારે શું તમે જાણો છે કે સનામનનો સાચો મતબલ શું છે? અને હિંદુ શબ્દનો પહેલી વખત ઉપયોગ ક્યારે થયો?

સનાતન ધર્મને હિંદુ ધઅથવા વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. સનામત ધર્મને દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ પણ માનવામાં આવે છે. ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિમાં સનાતન ધર્મના ઘણા પુરાવા મળે છે.

mahabharat

એ પ્રશ્નનો જવાબ શોધીએ કે આ ધર્મ કેટલો જૂનો છે તો તેને લઈને ઘણા દાવા કરાયા છે. આ ધર્મ લગભગ 12 હજાર વર્ષ જૂનો હોવાની માન્યતા છે. કેટલીક માન્યતાઓમાં તેને 90 હજાર વર્ષ જૂનો માનવામાં આવી રહ્યો છે.

તુર્ક અને ઈરાનીઓ ભારતમાં આવ્યા ત્યારે તે સિંધુ ખીણથી પ્રવેશ્યા. સિંધુ એક સંસ્કૃત નામ છે. તેઓની ભાષામાં S શબ્દની ગેરહાજરીને કારણે તે સિંધુનો ઉચ્ચાર કરી શકતા નહોતા. આ જ કારણ છે કે કે હિંદુ તરીકે સંબોધવા લાગ્યા. આ રીતે સિંધુનું નામ હિંદુ થયુ. તે અહીં રહેતા લોકોને હિંદુ તરીકે સંબોધવા લાગ્યા અને તેમનું નિવાસસ્થાન દેશનું નામ હિંદુસ્તાન પડ્યું.

સનાતન ધર્મ એ સમયનો છે જ્યારે કોઈ સંગઠિત ધર્મ અસ્તિત્વમાં નહોતો અને જીવનની બીજી કોઈ રીત ન હોવાથી તેને નામની જરૂર નહોતી. આ પછી ધીમે ધીમે સંગઠિત ધર્મોની રચના થઈ. સત્યને જ સનાતન નામ આપવામાં આવ્યું.

સનાતન શબ્દ સત્ અને તત્ થી બનેલો છે. તેનો અર્થ આ અને તે થાય છે. સનાતન એ છે જેનો કોઈ આરંભ નથી અને કોઈ અંત નથી. સનાતન ધર્મમાં માનનારા લોકો હિંદુ તરીકે ઓળખાયા. 19મી સદીમાં અને ત્યારબાદ સનાતન ધર્મનો ઉપયોગ હિંદુ ધર્મને અન્ય ધર્મોથી અલગ ધર્મ તરીકે રજૂ કરવા માટે કરવા શરૂ થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X