Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં જોવા મળતા જબરીયા લગ્ન શું છે? જાણો દુનિયામાં જોવા મળતા વિચિત્ર લગ્નો વિશે

સામાન્ય રીતે લગ્ન બે લોકો એકબીજાને પસંદ કરે પછી થાય છે. બન્ને એકબીજાને પસંદ કરે પછી બન્નેના લગ્ન કરી દેવાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ઘણી જગ્યાઓએ એવી પરંપરા જોવા મળે છે જેમાં યુવક-યુવતીની પરવાનગી વગર બન્નેના લગ્ન કરી દેવામાં આવે છે.

દુલ્હન ભગાડીને લગ્ન કરવાની પરંપરા તો દુનિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. પરંતુ તમે એ નહીં સાંભળ્યુ હોય કે દુલ્હનની મરજી વિરૂદ્ધ બળજબરીથી અપહરણ કરીને તેની સંમતિ વિના તેના લગ્ન કોઈની સાથે કરવામાં આવે.

Wedding

દક્ષિણપૂર્વ એશિયાના હમોંગ આદિજાતિ, આફ્રિકન જાતિઓ, મેક્સિકોના જેલટન અને યુરોપના રોમાની જાતિઓમાં આ પ્રથા સામાન્ય છે. કાકેશિયસ અને મધ્ય એશિયામાં આ પ્રથાનો વ્યાપ ઘણો વધારે છે. ઘણી જગ્યાએ જો કોઈ મહિલા તેના અપહરણકર્તા સાથે ત્રણ દિવસ સુધી રહે છે તો તેને લગ્ન ગણી લેવામાં આવે છે.

જબરીયા પહેલી વખત સાંભળો તો તમને કંઈક વિચિત્ર લાગે પરંતુ વાસ્તવમાં આ લગ્ન ભારતમાં સામાન્ય છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં બળજબરીથી લગ્ન અથવા પકડુઆ લગ્નની પ્રથા વર્ષોથી ચાલી આવે છે.

ચૌકાવનારી બાબત એ છે કે અહીં વરરાજાનું દુલ્હનના પરિવાર દ્વારા અપહરણ કરવામાં આવે છે. આ પ્રથામાં અમીર અને સારી નોકરી કરનારા છોકરાઓનું અપહરણ કરવામાં આવે છે અને પછી તેમના બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે. જેના કારણે યુવતીના માતા-પિતા દહેજ આપવાથી બચી જાય છે.

નાઈજીરિયામાં સગીર વયની છોકરીઓને પૈસા માટે વેચવામાં આવે છે. આ લગ્નનો એક પ્રકાર છે જેમાં જ્યારે છોકરી પક્ષ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો તેના બદલામાં તે તેની પુત્રીના લગ્ન એ પરિવારના છોકરા સાથે કરે છે જેની પાસેથી તેણે લોન લીધી હોય.

આફ્રિકાના ઘણા ભાગો સહિત વિશ્વના કેટલાક ધર્મોમાં લેવિરેટ લગ્ન સામાન્ય છે. આ ત્યારે થાય જ્યારે ભાઈ મૃત્યુ પામે અને ભાભી નિ:સંતાન હોય. ભાઈના મોત બાદ પોતાના પરિવારને આગળ વધારવા નાના ભાઈના લગ્ન ભાભી સાથે કરવામાં આવે છે.

એશિયાના ઘણા દેશોમાં તેમજ ખાસ કરીને મધ્ય પૂર્વ અને આફ્રિકાના ભાગોમાં દુલ્હન ખરીદવાની પ્રથા જોવા મળે છે. દહેજ ચૂકવવાનો રિવાજ છે અને તેને કન્યાની ખરીદી તરીકે જોવામાં આવે છે. યહૂદીઓમાં પણ આ પ્રથા છે. આ પ્રથા પ્રાચીન બેબીલોનીયન સામ્રાજ્યમાં પણ જોવા મળતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X