પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના ખાવામાં વ્યક્તિએ જાતે જ મરેલો ઉંદર નાખ્યો, કારણ....
ચીનના હેડિલાઓમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ ફ્રીમાં ખાવાનું ખાવાની લાલચમાં ખાવાનામાં મરેલો ઉંદર નાખી દે છે અને રેસ્ટોરન્ટ પર દોષારોપણ કરે છે.
ચીનના હેડિલાઓમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ ફ્રીમાં ખાવાનું ખાવાની લાલચમાં ખાવાનામાં મરેલો ઉંદર નાખી દે છે અને રેસ્ટોરન્ટ પર દોષારોપણ કરે છે. ખરેખર, તે વ્યક્તિએ પહેલા હોટેલમાંથી ખાવાનું ઓર્ડર કર્યું. ખાવાનું મળ્યાની 20 મિનિટ પછી, તે વ્યક્તિએ હોટેલમાં ફરિયાદ કરી કે ખાવાનામાં એક મરેલો ઉંદર છે. આ પછી હોટેલએ તેને મફત ખાવા માટે ઓફર કરી પરંતુ વ્યક્તિએ ઇનકાર કર્યો.

5 મિલિયન યુઆનની માગણી કરી
જ્યારે આ બાબતમાં વધારો થયો ત્યારે રેસ્ટોરન્ટ વાળા સમાધાન પર ઉતારી આવ્યા અને સૌથી પહેલા તેને 20,00 યુઆન ચૂકવવા માટે સહમત થયું જે આશરે 2 લાખ રૂપિયા હોય છે પરંતુ શ્રી ગૂઓએ આ પ્રસ્તાવને નકારી કાઢીને 5 મિલિયન યુઆનની માંગ કરી જે લગભગ 5 કરોડ રૂપિયા હોય છે. આ પછી, જ્યારે આ બાબત ના બની તો હોટલ વાળાઓએ તેની ફરિયાદ પોલીસને કરી.

પોલીસની પૂછપરછમાં વ્યક્તિએ ગુનો કબુલ્યો
આ પછી જ્યારે પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી અને તેના વિશે પૂછપરછ કરી, ત્યારે એવું જાણવા મળ્યું કે આરોપીએ રેસ્ટોરન્ટ પાસે મોટી રકમ વસૂલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી હતી. કારણ કે પોલીસને પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે વ્યક્તિને તેના વતનમાંથી મૃત ઉંદર મળી ગયો હતો અને પછી તે બોટલમાં ભરીને બીજિંગ લઇ જતો રહ્યો. પોલીસ પૂછપરછમાં આરોપી યુવકએ સ્વીકાર્યું હતું કે તે બધું જ ફ્રીમાં ખાવા માંગતો હતો, પરંતુ પાછળથી તે લાલચ કરી બેઠો હતો.

રેસ્ટોરન્ટના સૂપમાં મરેલો ઉંદર મળી આવ્યો હતો
તમને જણાવી દઈએ કે આ પહેલા ચીનમાં જ ગર્ભવતી સ્ત્રી સૂપમાં મૃત ઉંદર મળવાની વાતથી સનસની ફેલાઈ ગઈ હતી. સગર્ભા સ્ત્રી 6 સપ્ટેમ્બરના રોજ તેના પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી જ્યાં તેના ભોજનમાં એક મૃત ઉંદર મળી આવ્યો હતો. આ પછી, મહિલાએ ખાવાનામાં રહેલા મૃત ઉંદરનો ફોટો લીધો અને તેને સોશિયલ મીડિયા પર મૂક્યો. આ પછી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું. કંપનીના શેર એક વર્ષના સૌથી નીચા સ્તર સુધી પહોંચી ગયા.












Click it and Unblock the Notifications
