સગાભાઈઓ સાથે લગ્ન કર્યા અને દુનિયાની સૌથી ખૂબસૂરત રાણી બની ગઈ, જાણો રાણી ક્લિયોપેટ્રા વિશે અજાણી વાતો
ઈજિપ્ત એટલે કે મિસ્ત્રની રાણી ક્લિયોપેટ્રા ઇતિહાસની સૌથી વિવાદીત રાણી માનવામાં આવે છે. તેના વિશે ઘણી એવી બાબતો છે જે આજે પણ ચર્ચાનો વિષય બને છે. રાણી ક્લિયોપેટ્રા તેની જિંદગી અને સંબંધોને કારણે સૌથી વિવાદીત રાણી બની ગઈ.
ક્લિયોપેટ્રા ઈજિપ્તની રાણી હતી અને 51 BC થી 30 BC સુધી ઇજિપ્ત પર તેને શાસન કર્યું. રાણી ક્લિયોપેટ્રા 21 વર્ષ સુધી ઇજિપ્તની ગાદી પર રહી અને આ દરમિયાન તેને ઘણા એવા કામ કર્યા, જેની આજે પણ ચર્ચા થઈ રહ્યા છે.

કહેવાય છે કે આ રાણી ક્લિયોપેટ્રાના શાશનમાં ઈજિપ્તની અર્થવ્યવસ્થા એટલી મજબૂત હતી જેટલી અન્ય કોઈ રાજાના યુગમાં ન હતી. રાણી ફક્ત તેની આર્થિક નીતિઓને કારણે જ દુનિયામાં લોકપ્રિય નથી પરંતુ આખી દુનિયા તેને તેની કેટલીક ખાસ આદતો માટે આજે પણ યાદ કરે છે.
મહારાણી ક્લિયોપેટ્રાને દુનિયાની સૌથી ખૂબસૂરત રાણી પણ માનવામાં આવે છે. કહેવાય છે કે તે સમયે આખી દુનિયામાં તેની સુંદરતાની ચર્ચા હતી. ઇતિહાસકારોએ તેની સુંદરતાનો ઇતિહાસમાં ઉલ્લેખ કર્યો છે.
ઇતિહાસમાં ઉલ્લેખ છે કે તે સુંદર દેખાવા માટે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી. પ્લીની ધ એલ્ડરે તેના પુસ્તક નેચરલ હિસ્ટ્રીમાં રાણી ક્લિયોપેટ્રા વિશે લખ્યું કે તે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી અને આ દૂધમાં લગભગ 300 ગુલાબ ઉમેરવામાં આવતા. આ સાથે રાણી ક્લિયોપેટ્રા પોતાના શરીર પર જે પરફ્યુમ લગાવતી તેને તૈયાર કરવામાં મહિનાઓ લાગતા હતા.
રાણી ક્લિયોપેટ્રાએ તેના સગાભાઈ ટોલેમી સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે રાણી ક્લિયોપેટ્રાના પિતાનું 18 વર્ષની વયે અવસાન થયું હતું અને ત્યારપછી રાણી ક્લિયોપેટ્રાએ ઇજિપ્તની ગાદી પર રહેવા માટે તેના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા. એવુ પણ કહેવાય છે કે પાછળથી જુલિયસ સીઝરની મદદથી રાણી ક્લિયોપેટ્રાએ તેના ભાઈઓને રસ્તામાંથી દૂર કર્યા અને પોતે ઇજિપ્તની સર્વેસર્વા બની ગઈ.
રાણી ક્લિયોપેટ્રાના જીવન સાથે સાથે તેનું મૃત્યુ પણ રહસ્યમય હતું. રાણી ક્લિયોપેટ્રાના મૃત્યુને લઈને આજ સુધી દુનિયામાં વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક ઈતિહાસકારો કહે છે કે રાણી ક્લિયોપેટ્રાની હત્યા કરવામાં આવી હતી અને કેટલાક કહે છે કે ક્લિયોપેટ્રાએ પહેલા માર્ક એન્ટોનીની હત્યા કરાવી અને પછી આત્મહત્યા કરી લીધી. જો કે કોઈ પુરાવા નથી.












Click it and Unblock the Notifications
