ટેટૂના ગાંડપણમાં આ મહિલાએ પાર કરી બધી હદ, 2 બાળકોની માનુ શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન બન્યુ મુસીબત
જ્યારે 2 બાળકોની માતા વેલરી વૉટસન રસ્તા પર નીકળે છે ત્યારે સહુ કોઈ સ્તબ્ધ થઈ જાય છે.
નવી દિલ્લીઃ જ્યારે 2 બાળકોની માતા વેલરી વૉટસન રસ્તા પર નીકળે છે ત્યારે સહુ કોઈ સ્તબ્ધ થઈ જાય છે. દરેક વ્યક્તિ તેની તરફ પાછુ વળીને જોવાનુ શરૂ કરી દે છે. લોકો તેને ટોણા મારે છે, કેટલાક તેને સનકી કહે છે અને કેટલાક તેને ડાકણ કહે છે. બાળકોની સામે તેના ટેટૂને કારણે ઘણી વખત તેને શરમમાં મૂકાવુ પડ્યુ હતુ પરંતુ શોખ તો શોખ છે. વેલેરીએ આ શોખ છોડ્યો નથી અને તેણે પોતાના શરીર પર 800થી વધુ ટેટૂ કરાવ્યા છે.

ટેટૂ માટે ગાંડપણ
વેલેરિયા વૉટસન(Valeria Watson) બે બાળકોની માતા છે પરંતુ તેનો ટેટૂનો શોખ એવો છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. શરીરનો એવો કોઈ ભાગ નથી બચ્યો જ્યાં તેણે ટેટૂ ન કરાવ્યુ હોય. 800થી વધુ ટેટૂ કરાવનાર વેલરી કહે છે કે તે મૃત્યુ સુધી ટેટૂ કરાવતી રહેશે. વેલેરીએ તેના શરીરના દરેક ભાગ પર ટેટૂ કરાવ્યા છે. તેણે પોતાનો ચહેરો પણ છોડ્યો નથી.

14 વર્ષની ઉંમરે પહેલુ ટેટૂ
જ્યારે વેલરી 14 વર્ષની હતી ત્યારે તેણે મેક્સિકોમાં તેનુ પહેલુ ટેટૂ કરાવ્યુ હતુ. જે પછી તેનો ટેટૂનો શોખ વધી ગયો અને ખબર નહિ ક્યારે આ શોખ ક્રેઝમાં ફેરવાઈ ગયો અને હવે તેણે આખા શરીર પર ટેટૂ કરાવી લીધા છે. વેલરીએ હાલમાં જ પોતાનો જૂનો ફોટો શેર કર્યો જેને જોઈને તમે કલ્પના પણ નહિ કરી શકો કે તે કેટલી બદલાઈ ગઈ છે. સુંદર દેખાતી વેલરીનુ ટ્રાન્સફૉર્મેશન તમને સ્તબ્ધ કરી દેશે.

અલગ દેખાવાના ચક્કરમાં થયા આ હાલ
વેલરી કહે છે કે તે હંમેશા અન્ય લોકોથી અલગ રહેવા માંગતી હતી. તે ભીડમાં અલગ રહેવા માંગતી હતી. વેલરી કહે છે કે હું પોતે એક કલાકાર છુ. મને મારા શરીર પરના ટેટૂઝમાં સુંદર રચનાઓ દેખાય છે. તેણે કહ્યુ કે લોકો મને ઘૂરે છે, મને સારી સ્ત્રી નથી માનતા, લોકો મને ગાળો આપે છે, મને સનકી અને ડ્રગ્સ એડિક્ટ પણ કહે છે, પરંતુ મને તેની પરવા નથી. વેલરી કહે છે કે મારા માટે ટેટૂ મહત્વના છે, લોકોના ટોણા નહિ.

વેલરી 2 બાળકોની મા છે
વેલરી બે બાળકોની માતા છે. તેને 15 વર્ષનો પુત્ર અને 3 વર્ષની પુત્રી છે. પતિ અને પરિવાર વેલરીને તેના નિર્ણયમાં ટેકો આપે છે. તે કહે છે કે ટેટૂ કરાવવુ તેનો નિર્ણય છે, અમે બધા તેને ટેકો આપીએ છીએ જેથી તે પોતાનુ જીવન પોતાની રીતે જીવી શકે. વેલરી કહે છે કે ટેટૂને કારણે તેને નોકરી મળી શકતી નથી. લોકો તેને જોઈને ડરી જાય છે અને કામ આપવાનો ઈન્કાર કરે છે.












Click it and Unblock the Notifications
