PM મોદી અંગે નોસ્ત્રાદમસની સાચી થઇ હતી ભવિષ્યવાણી, આ વર્ષે દુનિયામાં આવશે...
ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્યવેતા માયકલ ધ નાસ્ત્રાદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પૈકી મોટાભાગની સાચી સાબિત થઇ છે. નાસ્ત્રાદમસે પોતાની બુક લેસ પ્રોફેસીઝમાં એવી ભવિષ્યવાણીઓ કરી છે, જેમાંથી મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે.
નાસ્ત્રાદમસે વર્ષ 2023 માટે અતિ ભયાનક ભવિષ્યવાણી કરી છે, જેનાથી ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે. આ સાથે તેણે 2023 માટે કરેલી ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઇ છે.

નાસ્ત્રાદમસનું પુસ્તક લેસ પ્રોફેસીસ લગભગ 500 વર્ષ પહેલાં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં તેમણે ફ્રેન્ચ ક્રાંતિ, એડોલ્ફ હિટલરનો ઉદય અને જાપાન પર અણુબોમ્બ છોડવા સહિતની ઘણી આગાહીઓ કરી હતી. અત્યાર સુધી નાસ્ત્રાદમસની મોટાભાગની આગાહીઓ સાચી સાબિત થઈ છે.
વર્ષ 2023 માટે નાસ્ત્રાદમસની એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. આમાં તેણે યુરોપમાં ભડકતી ગરમી વિશે વાત કરી હતી. આ સાથે તેમણે દરિયાના વધતા તાપમાન તરફ પણ ઈશારો કર્યો હતો.
વર્ષ 2023 માટે નાસ્ત્રાદમસની આગાહીઓ
નાસ્ત્રાદમસે મંગળ વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, મંગળ પર પ્રકાશ પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોનું માનવું છે કે, નાસ્ત્રાદમસે મંગળ પર મનુષ્યના આગમનની ભવિષ્યવાણી કરી છે.
નાસ્ત્રાદમસની આગાહી અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચેનો સંઘર્ષ વર્ષ 2023માં પણ ચાલુ રહેશે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. ઘણા લોકો માને છે કે, ચીન અને તાઈવાન વચ્ચે સંઘર્ષ શરૂ થઈ શકે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે, અમેરિકા તાઈવાનની સુરક્ષા માટે આવશે અને તે એક મોટા યુદ્ધનું સ્વરૂપ લેશે.
નાસ્ત્રાદમસે આગાહી કરી હતી કે, પોપ બદલાશે. જો એવું થશે, તો પોપ ફ્રાન્સિસની જગ્યાએ બીજા નવા પોપ હશે. નાસ્ત્રાદમસે જણાવ્યું છે કે, પોપ ફ્રાન્સિસ છેલ્લા સાચા પોપ હશે. આગામી પોપ ભ્રષ્ટાચાર કરશે.
નાસ્ત્રાદમસેની ભવિષ્યવાણી મુજબ, આકાશી અગ્નિ શાહી મહેલ પર પડશે. તેમણે દાવો કર્યો હતો કે, સંસ્કૃતિની રાખમાંથી એક નવી સંસ્કૃતિનો ઉદય થશે. ઘણા લોકો તેને વિશ્વના અંત સાથે જોડી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વિશ્વના નવા કાયદા સાથે અર્થઘટન કરી રહ્યા છે.
નાસ્ત્રાદમસે બે મહાન શક્તિઓના નવા જોડાણની આગાહી કરી હતી. નાસ્ત્રાદમસના મતે, આ જોડાણ મજબૂત પુરુષ અને નબળા પુરુષ અથવા સ્ત્રી નેતા વચ્ચે હશે. તેમણે કહ્યું હતું કે, તેની અસર સારી હશે, પરંતુ લાંબો સમય નહીં ચાલે.
નોસ્ત્રેદમસે કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવવાની ભવિષ્યવાણી
નોસ્ત્રેદમસે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ જેવી ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી સાબિત થઈ છે. નોસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર સંશોધન કરી રહેલા લોકોના મતે નોસ્ત્રેદમસે સેંકડો વર્ષ પહેલા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવવાની ભવિષ્યવાણી કરી હતી.












Click it and Unblock the Notifications
