હવે કામ કરતી મહિલાઓને તેના બાળક માટે પિતા ભાડે મળશે, જાણો શું છે ડેડી ઓન રેંટ સર્વિસ?

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ઘણા દેશમાં ભાડે ગર્લફ્રેન્ડ મળે છે. જો કે હવે વાત તેનાથી આગળ વધી ગઈ છે અને બાળકો માટે પિતા પણ ભાડેથી મળવા લાગ્યા છે. ચીનમાં હવે આ ડેડી ઓન રેન્ટ સર્વિસ શરૂ થઈ છે.

ચીન વિશે માન્યતા છે કે ત્યાં તમામ વસ્તુઓ ભાડે મળી જાય છે. તે ગર્લફ્રેન્ડ-પત્નિ કે પછી બોયફ્રેન્ડ કે પતિ પણ કેમ નહીં. હવે વાત તેનાથી આગળ વધી છે અને અહીં પિતા પણ થોડા કલાકો માટે ભાડે મળે છે. આ સેવા નાના બાળકો માટે શરૂ કરવામાં આવી છે. જેથી માતા તેમના બાળકોથી અલગ સમય પસાર કરી શકે.

daddy on rent service

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, આ સેવા ચીનના એક બાથહાઉસમાં શરૂ કરવામાં આવી છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સેવાની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.

આ સેવા ચીનના લિયોન્ગિંગ પ્રાંતના શેનયાંગમાં શરૂ કરવામાં આવી છે અને તેને ઘણી જગ્યાએ પ્રમોટ કરવામાં આવી રહી છે. આ સેવા ખાસ એ મહિલાઓ માટે છે જેને બાળકો છે અને તેની સંભાળ રાખવા માટે બીજું કોઈ નથી.

ચીનમાં બાથહાઉસ ખૂબ જ લોકપ્રિય છે અને અહીં લોકો આરામ કરવા આવે છે. આ બાથહાઉસમાં મહિલાઓ અને પુરુષોની ગોપનીયતા માટે અલગ-અલગ વિભાગ રાખવામાં આવ્યા છે. હવે મુશ્કેલી એ છે કે મહિલાઓ તેના નાના બાળકો સાથે ત્યાં જવામાં અસહજ અનુભવ કરે છે.

આ સમસ્યાથી ઉકેલ માટે ડેડી ઓન રેન્ડ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ત્યાં હાજર પુરુષો દ્વારા બાળકોની સંભાળ રાખવામાં આવશે અને તેમની માતા બાથહાઉસમાં સેવાનો આનંદ ઉઠાવી શકશે.

કોઈ મહિલા તેના નાના બાલખો સાથે આવે છે તો આ સેવા હેઠળ તેના કપડાં બદલાશે. તેને નવડાવીને તેને તેની માતાને શોધવા માટે બનાવેલી જગ્યા પર લઈ જવામાં આવશે. આ સેવા વિનામૂલ્યે આપવામાં આવે છે. જો કે હજુ એ નથી કહેવાયુ કે આ ભાડાના પિતા માટે ટ્રેનિંગ અપાશે કે કેમ? આ સેવામાં બાળકોને ખાણી-પીણી, મસાજ અને મનોરંજન પણ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર લોકો આ સેવાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X