East India Company નું એક સમયે ભારત પર હતું શાસન! આજે વેચે છે ચા, કોફી
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ ઈતિહાસ વાંચનાર દરેક વ્યક્તિ જાણે છે. આ એ જ કંપની છે, જે એક સમયે ભારત દેશ પર રાજ કરતી હતી. ઇ.સ. 1600ની આસપાસ ભારતમાં આવેલી આ કંપનીએ આપણા દેશ પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું હતું.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નામ ઈતિહાસ વાંચનાર દરેક વ્યક્તિ જાણે છે. આ એ જ કંપની છે, જે એક સમયે ભારત દેશ પર રાજ કરતી હતી. ઇ.સ. 1600ની આસપાસ ભારતમાં આવેલી આ કંપનીએ આપણા દેશ પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું હતું.

East India Company હાલ શું કરે છે?
અંગ્રેજો દ્વારા ભારતમાં સ્થપાયેલી પ્રથમ કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી. આ અગાઉ East India Company ખેતીથી માંડીને ખાણકામઅને રેલવે સુધીનું તમામ કામ કરતી હતી, પણ હવે સમય બદલાઈ ગયો છે.
હવે આ કંપનીના માલિક ભારતીય મૂળના બિઝનેસમેન સંજીવમહેતા છે. મહેતાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની ખરીદી અને તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. અત્યારે આ કંપની ચા, કોફી, ચોકલેટ વગેરે જેવીવસ્તુઓ ઓનલાઈન વેચે છે.

આ કામ માટે કંપનીની કરી હતી સ્થાપના
ઉલ્લેખનીય છે કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ઈ.સ. 1600માં થઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ I એ 'ધ ગવર્નર એન્ડકંપની ઑફ મર્ચન્ટ્સ ઑફ લંડન ટ્રેડિંગ ઇન ધ ઈસ્ટ ઈન્ડિઝ'ને મંજૂરી આપી હતી.
આ કંપનીને પૂર્વીય ટાપુઓના દેશો સાથે વેપાર કરવાનોઈજારો આપવામાં આવ્યો હતો. કંપનીની રચના મસાલાના વેપાર માટે કરવામાં આવી હતી, જે તે સમયે સ્પેન અને પોર્ટુગલનો એકાધિકારહતો.

200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું
થોડા સમય પછી આ કંપનીએ કપાસ, સિલ્ક, ચા, ઈન્ડિગો અને અફીણનો વેપાર શરૂ કર્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલીન મુઘલસમ્રાટ જહાંગીર સાથે વેપાર શરૂ કર્યો અને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી મેળવી હતી.
200 વર્ષમાં આ કંપનીએ આખા ભારતનેપોતાના કબ્જામાં લઈ લીધું હતું. ત્યારબાદ વર્ષ 1857માં વિદ્રોહ બાદ, 1 જાન્યુઆરી, 1874ના રોજ કંપનીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભારતમાં આવી હતી આ કંપનીની ઓળખ
તે સમયે ભારતમાં આ કંપનીને દમનકારી કંપની તરીકે ઓળખવામાં આવતી હતી. ત્યારબાદ આ કંપની ભારતીયોને હેરાન કરતી હતી.
વર્ષ2003માં આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરીદનાર શેરધારકોના જૂથે ફરી એકવાર ચા અને કોફીના વેચાણનો વ્યવસાય શરૂ કર્યો હતો.

હવે ભારતીય વ્યક્તિ ચલાવે છે આ કંપની!
આ પછી, ભારતીય ઉદ્યોગપતિ સંજીવ મહેતાએ 2005 માં કંપનીમાં હસ્તક્ષેપ કર્યો અને લક્ઝરી ચા, કોફી અને ખાદ્ય ચીજોના વ્યવસાયમાંકંપનીને નવી બ્રાન્ડ બનાવીને કંપનીને નવી ઓળખ અપાવી.
કંપનીના માલિક મહેતાના જણાવ્યા અનુસાર, એક સમયે વિશ્વ પર રાજ કરતીકંપનીના માલિક હોવાને કારણે તેઓ ભારતીય તરીકે ગર્વ અનુભવે છે.

2010 માં લંડનમાં ખોલવામાં આવ્યો હતો પ્રથમ સ્ટોર
આ કંપનીને નવી ઓળખ આપ્યા પછી, સંજીવ મહેતાએ લંડનના મેફેરમાં પોતાનો પહેલો સ્ટોર ખોલ્યો. સંજીવ મહેતા કહે છે કે ભલે આકંપની એક સમયે આક્રમકતા માટે જાણીતી હતી, પરંતુ આજે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ઓળખ સંવેદનશીલ કંપની તરીકે થાય છે.












Click it and Unblock the Notifications
