આ કામ માત્ર મહિલાઓ જ કરી શકે છે, પુરૂષો ઈચ્છે તો પણ નહીં કરી શકે

આમ તો દુનિયામાં પુરૂષો અને મહિલાઓને એક સમાન માનવામાં આવે છે. જો કે કેટલીક બાબતમાં બન્ને અલગ પડે છે. આ દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ પણ છે જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. પુરૂષો તે કરી શકતા નથી.

સમય સાથે દુનિયા પણ બદલાઈ રહી છે. હવે મહિલાઓ પુરૂષ સમોવડી બની રહી છે. નોકરી અને વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. જો કે તમ છત્તા પણ હજુ દુનિયામાં કેટલીક એવી વસ્તુઓ પણ છે જે માત્ર મહિલાઓ જ કરી શકે છે. આ કામ પુરૂષો ઈચ્છે તો પણ કરી શકતા નથી.

working women

ઈન્ટિમેટ વેક્સિંગ થેરેપિસ્ટ
છોકરીઓના ઇન્ટિમેટ વેક્સિંગ માટે માત્ર મહિલા થેરાપિસ્ટને રાખવામાં આવે છે. ભાગ્યે જ ક્યાંય જોવા મળશે કે પુરૂષો આ કામ કરતા હોય. મહિલાઓના હેર સલૂનમાં પુરૂષો જોવા મળે છે પરંતુ અમુક કામ માત્ર મહિલાઓ જ કરે છે.

એગ ડોનર
ટેકનોલોજી આવતા હવે મહિલાઓ એગ ડોનેટ કરે છે. આ કામ માત્ર મહિલાઓ જ કરી શકે છે. કેમ કે પુરૂષના શરીરમાં એ વ્યવસ્થા નથી.

મહિલા વોશરૂમ ક્લીનર
ભારત અને ભારત બહાર મહિલાઓના શૌચાલયોને સાફ કરવા મહિલાઓને રાખવામાં આવે છે. સફાઈ કામદારો તરીકે માત્ર મહિલાઓ જ કામ કરે છે અને આ સિસ્ટમ મોટી કંપનીઓથી લઈને જાહેર શૌચાલય સુધી એક સરખી જોવા મળે છે.

સરોગેટ માતા
કેટલીક સ્ત્રીઓ સરોગેટ માતા તરીકે કામ કરે છે. સરોગસીમાં અન્ય લોકો માટે બાળકને જન્મ આપવાનું કામ મહિલાઓ કરે છે અને આ કામ માત્ર મહિલાઓ જ કરી શકે છે.

મહિલા વોર્ડ સ્ટાફ
આ ઉપરાંત મહિલા વોર્ડમાં સ્ટાફ માત્ર મહિલાઓ જ છે. હોસ્પિટલમાં જ્યાં પણ અલગ ફીમેલ વોર્ડ હોય ત્યાં સ્ટાફમાં માત્ર મહિલાઓ જ હોય છે. અહીં પુરુષો માટે કોઈ કામ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X