Pakistani girls Video : ભારતીય યુવકો પર ફિદા થઈ પાકિસ્તાની યુવતી, વીડિયો વાયરલ
પાકિસ્તાન T-20 વર્લ્ડ કપની રેસમાંથી બહાર થઈ જતા પાકિસ્તાની યુવતીઓના દિલ તુટ્યા છે. ઘણી યુવતીઓ પોતાના દેશને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી પરંતુ પછી પડેલા ચહેરા સાથે ઘરે પરત ફરવું પડ્યું.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક પાકિસ્તાની યુવતીઓ પોતાનું દુઃખ શેર કરી રહી છે અને ભારતીય યુવતીઓ વિશે ઘણું બધું કહી રહી છે.

ઘણીવાર દરેક વ્યક્તિ પાકિસ્તાની લોકો વિશે વિચારે છે કે તેઓ ભારતીયોને નફરતથી જુએ છે. પરંતુ દરેક દેશમાં દરેક પ્રકારના લોકો રહે છે. તાજેતરના વાયરલ થયેલા વીડિયોમાં યુવતીઓની વાત સાંભળશો તો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. જેમાં પાકિસ્તાનની કેટલીક સુંદર છોકરીઓનું કહેવું છે કે તેઓ ભારતીય છોકરાઓને ખૂબ પસંદ કરે છે.
ક્લિપમાં પાકિસ્તાનની હાર અંગે યુવતીઓનું કહેવું છે કે તેઓ સ્ટેડિયમમાં આવીને પૈસા ખર્ચ્યા અને પાકિસ્તાન પણ હારી ગયું. આવી સ્થિતિમાં પાકિસ્તાનની હાર થતાં તે ખૂબ જ દુઃખી થયો હતી. આ પછી છોકરીઓએ કહેવાનું શરૂ કર્યું કે ફક્ત ભારત જ જીતશે.
એક છોકરીએ કહ્યું કે, તેને ભારત ખૂબ ગમે છે. ભારતમાં ઘણા YouTubers છે. મને અભિષેક મલ્હાન ખૂબ ગમે છે. આ પછી બીજી છોકરી કહે છે કે જો કોઈ તેને ભારતથી માગુ મોકલશે તો તે તરત જ હા કહી દેશે.
આ પછી યુવતીએ કહ્યું કે, તે વિરાટ કોહલીને ખૂબ પસંદ કરે છે. તેની વાઈફ (અનુષ્કા શર્મા) તેને જે રીતે ચીયર કરે છે તે ખૂબ જ સુંદર છે. આ પછી આ યુવતીઓ ભારતના ખૂબ વખાણ કરવા લાગ્યા છે. આ યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
