Video: પાણીપુરીવાળાની એક દિવસની કમાણી સાંભળીને ચોંકી જશો, નોકરિયાતોને લાગી શકે છે શૉક!
Panipuri Seller Video Viral: દુનિયામાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. મોટાભાગના લોકો કોઈને કોઈ રીતે સ્વરોજગાર દ્વારા પોતાનું જીવનનિર્વાહ કરતા હોય છે. આજના સમયમાં ચાટ, ચાની દુકાન, કચોરી, પકોડા અને પાણીપુરીમાં ઓછા ખર્ચમાં વધુ નફો મળે છે. આ વાત એક વ્યક્તિ પોતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં કહી રહ્યો છે.
પાણીપુરી વેચનારની આવક કેટલી હોઈ શકે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણીપુરી વેચનાર વ્યક્તિ એક મહિનામાં કેટલી કમાણી કરી શકે? કદાચ 10થી 15 હજાર, પરંતુ તમારો અંદાજ બિલકુલ ખોટો છે.

સામાન્ય રીતે ગોલગપ્પા કહેવાતી પાણીપુરી વેચનારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને જ્યારે તેની કમાણી વિશે પૂછવામાં આવ્યું હતું, તો કદાચ કોઈ ખાનગી નોકરીવાળો પણ તેના જેટલી કમાણી નહિ કરી શકતો હોય.
ખાનગી કંપનીઓમાં 9થી 5 કામ કરતા લોકો તેમની કારકિર્દીના એન્ટ્રી લેવલ અથવા મિડ લેવલ પર કામ કરતા માસિક પગાર કમાઈ નહિ કમાઈ શકતા હોય, જે પાણીપુરી વેચનાર થોડા કલાકોમાં પોતાની લારી તૈયાર કરીને આખા મહિનામાં કમાઈ શકે છે.
વાસ્તવમાં, એક પાણીપુરી વેચનારાએ પોતે જ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. વીડિયોમાં, @vijay_vox_ નામના ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર અને યુટ્યુબરે પાણીપુરી વેચનારને પૂછ્યું કે તે એક દિવસમાં કેટલો નફો કરે છે.
જ્યારે તે વ્યક્તિએ પાણીપુરીવાળા પાસેથી તેની કમાણી વિશે જાણવા માગ્યું ત્યારે તે પહેલા તો અચકાયો અને પછી કહ્યું કે તેનો નફો 25 છે, જેના પર કન્ટેન્ટ ક્રિએટરે વિચાર્યું કે કદાચ તે 25 હજાર રૂપિયા કમાવવાની વાત કરી રહ્યો છે, પરંતુ પછી પાણીપુરીવાળો કહે છે કે તે 25 હજારની નહીં પણ 2500 રૂપિયાની વાત કરી રહ્યો છે, અને તે પણ રોજનો નપો. આમ, જો ગણતરી કરવામાં આવે તો, પાણીપુરી વેચનાર એક મહિનામાં 75 હજાર રૂપિયા સુધી કમાઈ લે છે.












Click it and Unblock the Notifications
